Site icon

શું તમે દરેક ફોન કોલ રેકોર્ડ કરો છો? તમે પછી આ સમાચાર તમારા માટે છે. જલ્દી  કાયદો બદલાઈ રહ્યો છે જાણો વિગતે

News Continuous Bureau | Mumbai  

કોઈ વ્યક્તિની જાણ વગર તેનો કોલ રેકોર્ડ(Call record) કરવો એ ગુનો છે. પરંતુ કોલ રેકોર્ડિંગ એ એક એવી સુવિધા છે જે એન્ડ્રોઇડ ફોનમાં(Android phone) સરળતાથી ઉપલબ્ધ છે. તેથી કોઈપણ વ્યક્તિનો કોલ રેકોર્ડ કરવા લોકો કોલ રેકોર્ડિંગ સુવિધાનો ઉપયોગ કરતા હોય છે. જોકે ટૂંક સમયમાં એન્ડ્રોઈડ ફોનમાં કોલ રેકોર્ડિંગ ફીચર બંધ થઈ જવાનો છે. તેમ જ હવેથી કોઈનો પણ ફોન રેકોર્ડ કરવો હશે તો તેની મંજૂરી આવશ્યક રહેશે.

Join Our WhatsApp Community

જો એન્ડ્રોઇડ ફોનમાં પહેલેથી જ કોલ રેકોર્ડિંગ ફીચર હશે તો તમામ કોલ રેકોર્ડ કરી શકાય છે. ગૂગલે(google) સ્પષ્ટ કર્યું છે કે પ્રી લોડેડ કોલ રેકોર્ડિંગ એપ અથવા ફીચરને એક્સેસ કરવાની પરવાનગી ની આવશ્યકતા રહેશે નહીં. કોલ રેકોર્ડ કરવા માટે વ્યક્તિની પરવાનગી આવશ્યક છે.

 Google Play Store ની  નવી પોલિસી(New policy) હેઠળ રિમોટ કૉલ ઑડિઓ રેકોર્ડિંગ(call audio recording) માટે ઍક્સેસિબિલિટી API નો આગ્રહ કરી શકાશે નહીં. આનો અર્થ એ છે કે એપ્લિકેશનોને કોલ રેકોર્ડ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ટ્રુ કોલર, ઓટોમેટિક કોલ રેકોર્ડર, ક્યુબ એસીઆર અને અન્ય લોકપ્રિય એપ્સ પ્લે સ્ટોર પર નિષ્ક્રિય થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  વિશ્વના આ સૌથી વૃદ્ધ મહિલાએ દુનિયાને કહ્યું અલવિદા, 119ની ઉંમરે લીધા અંતિમ શ્વાસ…

જેમની પાસે Xiaomi નો મોબાઈલ છે, તેમને કોઈ વાંધો નહીં આવે.Google Pixel અને Xiaomi  આ બંને સ્માર્ટફોન(Smart phone) ડાયલર એપ ડિફોલ્ટ કોલ રેકોર્ડર ધરાવે છે. 

અહીં ઉલ્લેખનીય છે કે યુરોપમાં કોઈની સંમતિ વિના ફોન રેકોર્ડ કરવો એ ગુનો માનવામાં આવે છે. જો કોઈ  આમ કરે છે તેઓ કડક યુરોપિયન કાયદા નો સામનો કરવો પડે છે.

 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version