ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ.
13 એપ્રિલ 2021.
મહારાષ્ટ્રના એક ગામમાં ફેંકેલા માસ્કમાંથી ગાદલા બનાવતી ફેક્ટરી ના માલિકને પોલીસે તેની ગિરફ્તમાં લીધો છે.મીડિયાને મળેલી માહિતી મુજબ, મુંબઈથી 400 કિલોમીટર દૂર જલગાંવ સ્થિતિ MIDC પોલીસ સ્ટેશનના અધિકારીઓને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર મેટ્રેસ સેન્ટરમાં ગેરકાયદે કામ થઈ રહ્યું છે.જ્યારે અધિકારીઓ MIDCના કુસુમ્બા સ્થિત ફેક્ટરી પર દરોડો પાડ્યો, ત્યારે તેમણે જોયું કે મેટ્રેસમાં ઉપયોગમાં લેવાયેલા માસ્ક ભરવામાં આવી રહ્યાં હતા.
ફેક્ટરીના માલિક અમજદ અહમદ મન્સૂરી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે પોતાના ગાદલામાં રૂની જગ્યાએ ફેંકવામાં આવેલા માસ્કનો ઉપયોગ કરતો હતી. કંપનીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે જ પોલીસે કંપની પરિસરમાંથી માસ્કનો ઢગલો કબ્જે કર્યો છે. હવે પોલીસ આ ધંધામાં સામેલ અન્ય લોકોની શોધખોળ કરી રહી છે. પોલીસે નિયમો મુજબ કમ્પાઉન્ડમાં ફેલાયેલા નકામા માસ્કને આગ લગાડી બાળી નાખવાનો હુકમ આપ્યો છે.