WhatsApp થયું અપગ્રેડ-  લોન્ચ કર્યું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર- યુઝર્સ જાણીને થઇ જશે ખુશખુશાલ

by Dr. Mayur Parikh
With this WhatsApp feature, extract image right from text. Details here

News Continuous Bureau | Mumbai

સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ(Whatsapp) ના યુઝર્સ માટે સારા સમાચાર છે. કંપની ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ અપડેટ આપવા જઈ રહી છે, જેનાથી યુઝર્સને ઘણો ફાયદો થશે.

વોટ્સએપે વિશ્વભરના તમામ યુઝર્સ(whatsapp users) માટે તેની કોમ્યુનિટી ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. નવા અપડેટ(new update) સાથે, વપરાશકર્તાઓ હવે ઇન-ચેટ પોલ કરી શકશે, અને વિડિઓ કૉલ્સમાં એકસાથે 32 લોકોને ઉમેરી શકશે. આ તમામ સુવિધાઓ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન(End-to-end encryption) દ્વારા સુરક્ષિત છે જેથી કરીને તમારા સંદેશાઓ ખાનગી રહે. વોટ્સએપમાં અત્યાર સુધી 16 એમબી સુધીની ફાઇલ્સ જ ટ્રાન્સફર કરી શકાતી હતી, જેની ક્ષમતા વધારીને બે જીબી સુધી કરવામાં આવી છે. આ સિવાય ગ્રુપમાં યુઝર્સની સંખ્યા પણ વધારીને 1024 કરવામાં આવી છે. આમ તો આ ફીચર્સનો ઉપયોગ કોઇ પણ ગ્રૂપ કરી શકશે, પણ તે ખાસ કરીને કમ્યુનિટીઝને વધુ મદદરૂપ બનશે. 

આ સમાચાર પણ વાંચો: હેરાનગતિ માટે થઇ જાઓ તૈયાર- પાલિકાએ અંધેરીનો આ મહત્વપૂર્ણ બ્રિજ વાહનોની અવરજવર માટે કર્યો બે વર્ષ બંધ

માર્ક ઝકરબર્ગે ફીચરના લોન્ચિંગ પર કહ્યું, આજે અમે વોટ્સએપ પર ‘કમ્યુનિટીઝ’ લોન્ચ કરી રહ્યા છીએ. તેને લીધે ગ્રૂપ્સ વધુ કાર્યક્ષમ બનશે. જેમાં પેટા ગ્રૂપ્સ, મલ્ટિપલ થ્રેડ્સ, એનાઉન્સમેન્ટ ચેનલ્સ સહિત અન્ય ઘણી સુવિધા મળશે.

કહેવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાક સપ્તાહમાં તમામ યુઝર્સ માટે ધીમેધીમે આ ફીચર્સ ઉપલબ્ધ બનશે. મેટા વોટ્સએપની પેરન્ટ કંપની છે. WhatsApp ના વપરાશકર્તાઓ વિશ્વભરમાં 500 કરોડ અને ભારતમાં 40 કરોડ છે. 

 આ સમાચાર પણ વાંચો: ભારતમાં લોન્ચ થવા જઇ રહી છે છોટૂ ઇલેક્ટ્રિક કાર- 4 કલાકમાં થશે ફૂલ ચાર્જ- જાણો તેની ખાસિયતો 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More