News Continuous Bureau | Mumbai
વિશ્વના દરેક દેશની સરકાર (Government of the country) કોશિશ કરે છે કે તેમના દેશમાં ક્રાઈમ રેટ(Crime rate) બને એટલો ઘટી જાય. તેના માટે ઘણા કડક નિયમો(Strict rules) પણ બનાવવામાં આવે છે. આ નિયમોને તોડનારા(Rule breakers) લોકોને આકરી સજા આપવામાં આવે છે. આ સજા નાના દંડથી માંડીને મોત સુધીની હોય શકે છે. પરંતુ મોટાભાગના મામલામાં આરોપીને(Accused) જેલમાં બંધ રહેવાની સજા આપવામાં આવે છે. અને તેમને સુધરવાનો મોકો અપાય છે. પરંતુ આજે અમે તમને એક એવી જેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં રહેનારા કેદીઓ લગભગ ક્યારેય સુધરી શકે તેમ નથી. ઉલટાનું તે તેઓ જેલમાં રહીને વધારે ખુંખાર બની જાય છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ રવાંડાના ગીતારામા જેલની.
ગીતારામા જેલ(Gitarama Jail) ધરતીની એ જગ્યાઓમાંથી એક છે જેને નર્ક (Hell) બરાબર માનવામાં આવે છે. આ બ્રૂટલ જેલ(brutal prisons) રવાંડાની(Rwanda) રાજધાની(Capital) કિગલીમાં(Kigali) બનાવવામાં આવી છે. તેનું નિર્માણ ૧૯૬૯માં થયું હતું. સૌથી પહેલાં તેને બ્રિટિશ મજૂરોના(British labour) રહેવા માટે બનાવી હતી. પરંતુ પછી તેને જેલમાં બદલી દેવામાં આવી. આ જેલની ક્ષમતા(Jail capacity) ચારસો કેદીઓની છે. પરંતુ હાલ ત્યાં ૭ હજારથી વધુ કેદીઓને(prisoners) રાખવામાં આવ્યા છે. આ તો કંઈ જ નથી. જ્યારે ૧૯૯૦માં રવાંડા જેનોસાઈડ(Genocide) થયું હતું ત્યારે ત્યાં લગભગ ૫૦ હજાર કેદીઓને ભરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : વિશ્વ સંસ્કૃત દિવસ- જેને કહેવાય છે દેવોની ભાષા-જાણો કેમ અને ક્યારથી ઉજવવામાં આવે છે આ ખાસ દિવસ
આ જેલમાં હંમેશાથી કેદીઓને જાનવરોની(animals) જેમ ભરવામાં આવે છે. ત્યાં કેદીઓને બેસવાની પણ જગ્યા નથી મળતી. ઘણા કેદીઓ તો ટોયલેટમાં ભરાયેલા રહે છે. જેલના કમાન્ડરનું(Prison Commander) પણ માનવું છે કે, આ જેલમાં ઘણા કેદીઓ નિર્દોષ છે. છતાં પણ તેમને આ નર્કમાં રહેવું પડે છે. પરંતુ અમુક કેદીઓ એટલા ખુંખાર છે કે, તેમને જાનવરોની જેમ ટ્રીટ કરવા જરૂરી છે. આ કેદીઓ જેલની સજા ભોગવીને પણ સુધરી નથી શકતાં. ઉલટાનું તેઓ વધારે ખુંખાર બની જાય છે. આ જેલમાં રહેનારા કેદીઓમાંથી દરરોજ ૬ કેદીઓની મોત થાય છે. આ કેદીઓને દરરોજ ખાવા માટે ઓછું ભોજન આપવામાં આવે છે. જેના કારણે તેઓ અંદરો અંદર ઝઘડા કરે છે. કમજાેર કેદીઓ પાસેથી તાકાતવર કેદીઓ જમવાનું છીનવી લે છે. જ્યારે આ વાતની ફરિયાદ કરવામાં આવે તો તેમને બેહરમીથી મારવામાં આવે છે. કહેવાય છે કે આ જેલમાં કોઈ કેદીની મોત થાય તો બીજા કેદી તેની લાશને ખાઈ જાય છે. જેલના કેદીઓને નામમાત્રનું જમવાનું અપાય છે. જેના કારણે તેઓ જીવતા કેદીઓને બટકા ભરીને ખાઈ જાય છે.