ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે ૨૦૨૧
બુધવાર
શું તમે ક્યારેય કલ્પના કરી છે કે કોઈ પરોપજીવી એકાદા પ્રાણીના શરીરમાં પ્રવેશ કરે તેની જીભ છીનવી લઈ અને જીભનું સ્થાન લઈ પછી ખુશીથી જીવે? પરંતુ આ પહેલી વાર છે જ્યારે કોઈ પરોપજીવીનો આવો ફોટો ખરેખર નજીકથી લેવામાં આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે માછલીની જીભ પર કાચીંડા જેવો એક જીવ બેઠો છે.
હકીકતે માછલીઓમાં પણ પીછા હોય છે તે વાત જાણી ૨૭ વર્ષના જીવવિજ્ઞાનના વિદ્યાર્થીએ તેના ફોટા લેવાનું નક્કી કર્યું, જે કામ અશક્ય જેવું જ છે. ડોન માર્ક્સએ આ કાર્ય માટે એક માછલી પકડી અને તેના મોઢામાં નજર નાખતા જ તે અચંબિત થયો હતો. એક ભૂરી આંખો વાળો જીવ માછલીની જીભની જગ્યાએ હતો. તેણે આ ફોટો તેના માર્ગદર્શકને પણ મોકલ્યો હતો.
મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં 18 થી 44 વર્ષની વચ્ચેના લોકોને વેક્સિન નહીં મળે. સરકારનો નિર્ણય.
ઉલ્લેખનીય છે કે આ જીવ સંદર્ભે હવે વિસ્તારથી સંશોધન શરૂ થયું છે. ઉપલબ્ધ માહિતી મુજબ આ જીવ મોટી માછલીના ભીંગડા મારફતે માછલીના શરીરમાં પ્રવેશે અને ત્યાર બાદ જીભ સુધી પહોંચી જીભને વળગી રહે છે. તે દરમિયાન જીભની ધમનીઓમાંથી તે લોહી ખેચે છે અને તેનાથી તેનું કદ વધે છે. ત્યારબાદ આ જીવ પોતાનું લિંગ બદલે છે અને જીભની જગ્યા લઈ છે.