ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 જુલાઈ 2020
એક મુસલમાન યુવક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ( RSS )નો કાર્યકર છે અને છત્તીસગઢના ચાંદખુરીથી આશરે 750 કિલોમીટર લાંબી કઠોર પદયાત્રા આરંભી છે. તે 5 ઓગસ્ટે રામજન્મ ભુમિના શિલાન્યાસમાં ભાગ લેવા અયોધ્યા પહોંચશે. આ યુવકનું નામ છે મુહમ્મદ ફૈઝ ખાન, જરૂર પૂરતા કપડાં અને થોડો સામાન લઈને અયોધ્યા જવા નીકળ્યો છે. તે દરરોજ આશરે 60 કિ.મી. ચાલશે અને રાત્રિના માર્ગમાં અથવા તો નજીકની ગૌશાળા માં રાતવાસો કરી લેશે.
જે સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે ત્યાં એક દિવસ પહેલા 4 ઓગસ્ટની સાંજે અયોધ્યા પહોંચવાની યોજના બનાવી છે. મુહમ્મદ ફૈઝ એમઆરએમનો કાર્યકર છે, જે સંઘ પરિવારમાં મુસ્લિમો માટે બનાવાયેલી એકમાત્ર વિશિષ્ટ સંસ્થા છે. મૂળ છત્તીસગઢના ખાન, આરએસએસ દ્વારા સંચાલિત શિશુ મંદિરમાં ભણ્યા છે અને જ્યારે તે ધોરણ 12 માં હતો ત્યારે ભગવાન રામ પર વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવ્યો હતો.
મુહમ્મદ ફૈઝ 24 જૂન, 2017 થી 3 જાન્યુઆરી, 2020 સુધી, એમઆરએમની ગાય કોષના રાષ્ટ્રીય કન્વીનર પણ રહી ચૂક્યાં છે. તદુપરાંત ખાને ગૌ સેવા અને ગાય સુરક્ષા વિશે જાગૃતિ લાવવા ખાસ લેહથી કન્યાકુમારી અને વૈષ્ણોદેવી સુધીની 15,000 કિલોમીટરની પદયાત્રા કાઢી હતી. ખાન કહે છે કે તેમને ગિરીશ પંકજની ‘એક ગાયા કી આત્મકથા’ વાંચ્યા પછી આરએસએસ ની ગૌ સેવા યુનિટમાં જોડાવાની પ્રેરણા મળી, જેમાં એક મુસ્લિમ છે જે સેવા આપે છે, અને મતભેદ હોવા છતાં સફળ થાય છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com