News Continuous Bureau | Mumbai
ભાજપ સાંસદની(BJP MP) પાંચ વર્ષની પુત્રી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની(Prime Minister Narendra Modi) એક મુલાકાત ખુબ ચર્ચામાં છે. પીએમ મોદી અને બાળકીની મનોરંજક વાતચીત(Fun conversation) કંઈક એવી હતી કે પીએમ મોદી ખુદ હસવા લાગ્યા. હકીકતમાં મધ્ય પ્રદેશથી ભાજપ સાંસદ અનિલ ફિરોજિયા(Anil Firojiya) પોતાના પરિવારને પ્રધાનમંત્રીની મુલાકાત માટે લઈ ગયા હતા. આ દરમિયાન તેમની પાંચ વર્ષની પુત્રી(5 year old daughter) અહાના ફિરોજિયા(Ahana Firojiya) પણ સાથે આવી હતી. પ્રધાનમંત્રીએ નાની બાળકીને પૂછ્યું કે શું તે જાણે છે કે હું કોણ છું. તેના પર બાળકીનો જવાબ રસપ્રદ હતો. બાળકીએ જવાબ આપ્યો, 'હાં, તમે મોદી જી છો. તમે ટીવી પર દરરોજ આવો છો.' બાળકીની વાત સાંભળી પ્રધાનમંત્રીને પણ હસવું આવી ગયું.
પીએમ મોદીએ બીજીવાર પૂછ્યું, 'શું તું જાણે છે હું શું કરું છું.' બાળકીએ જવાબ આપ્યો- તમે લોકસભામાં(Loksabha) કામ કરો છો. બાળકીના આ જવાબ પર પીએમની સાથે ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. પીએમ મોદીએ અહાનાને ચોકલેટ પણ આપી. આ પહેલા ભાજપ સાંસદે પોતાના ટિ્વટર(Twitter) પર લખ્યું, 'આજનો દિવસ અવિસ્મરણીય છે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, દેશના યશસ્વી પ્રધાનમંત્રી, આદરણીય નરેન્દ્ર મોદીજીને આજે સપરિવાર મળવાનું સૌભાગ્ય મળ્યું, તેમના આશીર્વાદ અને જનતાની નિઃસ્વાર્થ સેવાનો મંત્ર પ્રાપ્ત થયો.'
आज मेरी दोनों बालिकाएं छोटी बालिका अहाना और बड़ी बालिका प्रियांशी आदरणीय प्रधानमंत्री जी से प्रत्यक्ष मिल कर और उनका स्नेह पाकर बहुत आनंदित और अभीभूत है।@narendramodi @PMOIndia @BJP4India @BJP4MP pic.twitter.com/v5ULVP9KPU
— Anil Firojiya (@bjpanilfirojiya) July 27, 2022
આ સમાચાર પણ વાંચો : સ્પાઇસ જેટ બાદ હવે આ એરલાઇનની ફ્લાઈટમાં સર્જાઇ દુર્ઘટના- રનવે પરથી લપસી ગઈ ફ્લાઇટ- મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કર્મઠ, ઈમાનદાર, નિઃસ્વાર્થી, ત્યાગી તથા દેશ માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સાનિધ્યમાં મને પણ જનતાની સેવાનો અવસર મળ્યો છે. સાંસદે લખ્યું- આજે મારી બંને પુત્રીઓ નાની અહાના અને મોટી બાલિકા પ્રિયંશી આદરણીય પ્રધાનમંત્રીજીને મળી અને તેમનો સ્નેહ મેળવી ખુબ આનંદિત અને અભીભૂત છે.