Site icon News Continuous Bureau | Mumbai

બીજેપી સાંસદની પાંચ વર્ષની દીકરીનો PM મોદીને મજેદાર જવાબ-જાણો એવું તો શું કહ્યું કે મોદી હસી પડ્યા

News Continuous Bureau | Mumbai

ભાજપ સાંસદની(BJP MP) પાંચ વર્ષની પુત્રી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની(Prime Minister Narendra Modi) એક મુલાકાત ખુબ ચર્ચામાં છે. પીએમ મોદી અને બાળકીની મનોરંજક વાતચીત(Fun conversation) કંઈક એવી હતી કે પીએમ મોદી ખુદ હસવા લાગ્યા. હકીકતમાં મધ્ય પ્રદેશથી ભાજપ સાંસદ અનિલ ફિરોજિયા(Anil Firojiya) પોતાના પરિવારને પ્રધાનમંત્રીની મુલાકાત માટે લઈ ગયા હતા. આ દરમિયાન તેમની પાંચ વર્ષની પુત્રી(5 year old daughter) અહાના ફિરોજિયા(Ahana Firojiya) પણ સાથે આવી હતી. પ્રધાનમંત્રીએ નાની બાળકીને પૂછ્યું કે શું તે જાણે છે કે હું કોણ છું. તેના પર બાળકીનો જવાબ રસપ્રદ હતો. બાળકીએ જવાબ આપ્યો, 'હાં, તમે મોદી જી છો. તમે ટીવી પર દરરોજ આવો છો.' બાળકીની વાત સાંભળી પ્રધાનમંત્રીને પણ હસવું આવી ગયું.  

Join Our WhatsApp Channel

પીએમ મોદીએ બીજીવાર પૂછ્યું, 'શું તું જાણે છે હું શું કરું છું.' બાળકીએ જવાબ આપ્યો- તમે લોકસભામાં(Loksabha) કામ કરો છો. બાળકીના આ જવાબ પર પીએમની સાથે ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. પીએમ મોદીએ અહાનાને ચોકલેટ પણ આપી. આ પહેલા ભાજપ સાંસદે પોતાના ટિ્‌વટર(Twitter) પર લખ્યું, 'આજનો દિવસ અવિસ્મરણીય છે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, દેશના યશસ્વી પ્રધાનમંત્રી, આદરણીય નરેન્દ્ર મોદીજીને આજે સપરિવાર મળવાનું સૌભાગ્ય મળ્યું, તેમના આશીર્વાદ અને જનતાની નિઃસ્વાર્થ સેવાનો મંત્ર પ્રાપ્ત થયો.' 

આ સમાચાર પણ વાંચો : સ્પાઇસ જેટ બાદ હવે આ એરલાઇનની ફ્લાઈટમાં સર્જાઇ દુર્ઘટના- રનવે પરથી લપસી ગઈ ફ્લાઇટ- મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

કર્મઠ, ઈમાનદાર, નિઃસ્વાર્થી, ત્યાગી તથા દેશ માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સાનિધ્યમાં મને પણ જનતાની સેવાનો અવસર મળ્યો છે. સાંસદે લખ્યું- આજે મારી બંને પુત્રીઓ નાની અહાના અને મોટી બાલિકા પ્રિયંશી આદરણીય પ્રધાનમંત્રીજીને મળી અને તેમનો સ્નેહ મેળવી ખુબ આનંદિત અને અભીભૂત છે.

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version