News Continuous Bureau | Mumbai
Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’ મિશનને છ મહિના પૂરા થવાના છે, તે પહેલા એક ચોંકાવનારો ગુપ્તચર અહેવાલ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં સંકેત આપવામાં આવ્યો છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સમૂહો, ખાસ કરીને લશ્કર-એ-તૈયબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM), જમ્મુ અને કાશ્મીરમાં સંકલિત આતંકવાદી હુમલાની નવી લહેર માટે એકત્રિત થઈ રહ્યા છે.
પહેલગામમાં થયો હતો ભયાનક આતંકી હુમલો
હકીકતમાં, 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ભયાનક આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં પહેલગામના બૈસરન મેદાનમાં 26 નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલાના જવાબમાં ભારતીય સુરક્ષા દળોએ 6-7 મેની રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ મિશન ચલાવ્યું હતું.
‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પહેલગામનો બદલો
ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા કાર્યવાહી કરીને પાક અધિકૃત કાશ્મીર (PoK) અને પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા અને 100 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જેમાં જૈશ-એ-મોહમ્મદના ઓછામાં ઓછા 30 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના 4, લશ્કર-એ-તૈયબાના 3 અને હિઝબુલ મુજાહિદ્દીનના 2 આતંકવાદી ઠેકાણાઓ તબાહ થઈ ગયા. જૈશ અને લશ્કરના મુખ્યમથકો (Headquarters) ને માટીમાં ભેળવી દેવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
પાકિસ્તાનના પ્રયાસો અને સંકલિત હુમલો
હુમલા પછી, પાકિસ્તાને નિયંત્રણ રેખા અને જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી ગોળીબારની સાથે-સાથે સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો, જેના પછી ભારતે એક સંકલિત હુમલો શરૂ કર્યો અને પાકિસ્તાનમાં હવાઈમથકો પર રડાર માળખાકીય સુવિધા, સંચાર કેન્દ્રો અને હવાઈ ક્ષેત્રોને નુકસાન પહોંચાડ્યું. 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ (Ceasefire) પર સમજૂતી કરવા માટે તૈયાર થયા હતા.