ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ઓગસ્ટ 2020
ફોબર્સએ તેની ટોપ 10 હાઈએસ્ટ પેઈડ એક્ટર્સ 2020ની યાદી જાહેર કરી દીધી છે. વિશેષ વાત એ છે કે અક્ષય કુમાર એકમાત્ર બોલિવૂડ અભિનેતા છે જેણે આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 48.5 મિલિયન (362 કરોડ) ની કમાણી સાથે તે આ યાદીમાં છઠ્ઠા ક્રમાંકે છે. જોકે ગયા વર્ષે પણ સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટીની યાદીમાં ભારત તરફથી ફક્ત અક્ષય કુમારનું નામ લેવામાં આવ્યું હતું. સલમાન ખાન ગત વર્ષે અને શાહરૂખ ખાન 2017થી આ યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી.
ફોબર્સના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓની ટોપ 10ની યાદીમાં પહેલા સ્થાન પર ડ્વેન જોનસન, બીજા સ્થાન પર હોલીવૂડ અભિનેતા રયાન રેનોલ્ડ્સ, ત્રીજા સ્થાન પર માર્ક વ્હાલબર્ગ, ચોથા સ્થાન પર બેન એફ્લેક, પાંચમા સ્થાન પર વિન ડીઝલ, છઠ્ઠા સ્થાન પર અક્ષય કુમાર, સાતમાં સ્થાન પર મૈનુએલ મિરાંડા, આઠમાં સ્થાન પર વિલ સ્મિથ, નવમાં સ્થાન પર એડમ સૈંડલર અને 10માં સ્થાન પર જેકી ચેનનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે અક્ષય કુમારે પોતાની ફિલ્મોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેઓ બેલ બોટમની શૂટિંગ માટે સ્ટાર કાસ્ટની સાથે વિદેશ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ અન્ય કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળશે. જેમાં લક્ષ્મી બોમ્બ, અતરંગી રે, પૃથ્વીરાજ અને સૂર્યવંશી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com