ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
31 ડિસેમ્બર 2020
રિલાયન્સ જિયો ઇન્ફોકોમ (જિઓ) જાન્યુઆરી 1, 2021 થી, બધા ઇન્ટર-કનેક્ટ યુઝર ચાર્જિસ ( આઇયુસી )નો અંત લાવ્યું છે. આથી દેશભરમાં તમામ ફોન કોલ્સ મફત થશે.
આએક નિવેદન મુજબ ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (“ટ્રાઇ”) બિલ 1,જાન્યુઆરી 2021 થી દેશમાં લાગુ કરવામાં આવી રહ્યું છે, જેનાથી તમામ ઘરેલુ વોઇસ કોલ્સ માટે ઇન્ટરકનેક્ટ વપરાશ ચાર્જ (આઇયુસી) સમાપ્ત થાય છે. આઉસીયુ ચાર્જ નાબૂદ થતાંની સાથે જ 500 મિલિયન ગ્રાહકોને ફાયદો થશે.
અત્યાર સુધી ફક્ત જિઓ થી જિઓ નેટવર્ક પર જ મફત કૉલ થતાં હતાં. પરંતુ જિઓના આ નિર્ણયથી બીજા ટેલિફોન ઓપરેટર સહમત નથી. કરણ કે હાલ તેઓની મુખ્ય કમાઈનો આધાર જ આઇયુસી હતો.
જોકે, આમ કરતી વખતે જિઓએ તેના વપરાશકર્તાઓને ખાતરી આપી હતી કે ટ્રાઇ દ્વારા આઈયુસી નાબૂદ કરવામાં આવે ત્યાં સુધી જ આ ચાર્જ ચાલુ રહેશે. શુક્રવારે ટેલ્કોએ જણાવ્યું હતું કે, જિઓએ વચન આપ્યા મુજબ વૉઇસ કોલ્સ મફત કર્યા છે.. હોવી જોવાનું એ છે કે ખાનગી ટેલિકોમ કંપનીઓ ની હરીફાઈમાં ગ્રાહકોને કેટલો ફાયદો થાય છે.