Site icon

આનંદો : રિલાયન્સ જિઓ પરથી હવે દેશભરમાં ફ્રી વોઇસ કોલ્સ કરી શકશો.. જાણો આવું કંઈ તારીખથી શક્ય બનશે.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
31 ડિસેમ્બર 2020 

રિલાયન્સ જિયો ઇન્ફોકોમ (જિઓ) જાન્યુઆરી 1, 2021 થી, બધા ઇન્ટર-કનેક્ટ યુઝર ચાર્જિસ ( આઇયુસી )નો અંત લાવ્યું છે. આથી દેશભરમાં તમામ ફોન કોલ્સ મફત થશે. 

Join Our WhatsApp Community

આએક નિવેદન મુજબ ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (“ટ્રાઇ”) બિલ 1,જાન્યુઆરી 2021 થી દેશમાં લાગુ કરવામાં આવી રહ્યું છે, જેનાથી તમામ ઘરેલુ વોઇસ કોલ્સ માટે ઇન્ટરકનેક્ટ વપરાશ ચાર્જ (આઇયુસી) સમાપ્ત થાય છે. આઉસીયુ ચાર્જ નાબૂદ થતાંની સાથે જ 500 મિલિયન ગ્રાહકોને ફાયદો થશે. 

અત્યાર સુધી ફક્ત જિઓ થી જિઓ નેટવર્ક પર જ મફત કૉલ થતાં હતાં. પરંતુ જિઓના આ નિર્ણયથી બીજા ટેલિફોન ઓપરેટર સહમત નથી. કરણ કે હાલ તેઓની મુખ્ય કમાઈનો આધાર જ આઇયુસી હતો. 

જોકે, આમ કરતી વખતે જિઓએ તેના વપરાશકર્તાઓને ખાતરી આપી હતી કે ટ્રાઇ દ્વારા આઈયુસી નાબૂદ કરવામાં આવે ત્યાં સુધી જ આ ચાર્જ ચાલુ રહેશે. શુક્રવારે ટેલ્કોએ જણાવ્યું હતું કે, જિઓએ વચન આપ્યા મુજબ વૉઇસ કોલ્સ મફત કર્યા છે.. હોવી જોવાનું એ છે કે ખાનગી ટેલિકોમ કંપનીઓ ની હરીફાઈમાં ગ્રાહકોને કેટલો ફાયદો થાય છે.

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version