Site icon

શું તમારું નામ મતદાર યાદીમાં નથી?, ચિંતા નહીં કરો; ઘરે બેસીને કરો આ મોબાઈલ એપથી રજીસ્ટ્રેશન 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

બુધવાર

ભારતમાં, દરેક વ્યક્તિ કે જેણે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય અને મતદાર યાદીમાં નોંધાયેલ હોય તેને મત આપવાનો અધિકાર છે. ધર્મ, જાતિ, સંપ્રદાય, અથવા લિંગના આધારે કોઈ અધિકારને નકારી શકાય નહીં. પરંતુ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂકેલા ઘણા લોકો મતદાનથી દૂર રહે છે કારણ કે તેમના નામ મતદાર યાદીમાં નથી. આ માટે રાજ્ય ચૂંટણી પંચે મોબાઈલ એપ બનાવી છે. આ મોબાઈલ એપને કારણે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂકેલા નાગરિકો સીધા મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. રાજ્ય ચૂંટણી પંચે ટ્રુ-વોટર મોબાઈલ એપ રજૂ કરી છે. આ એપ મતદાર યાદીમાં નામ નોંધણીની સુવિધા સાથે અન્ય મહત્વપૂર્ણ માહિતી પણ આપશે.

ટ્રુ-વોટર મોબાઈલ એપ વિશે જણાવતા રાજ્ય ચૂંટણી કમિશનર યુ.કે. પી. એસ. મદને મીડિયાને કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે મતદારો, ઉમેદવારો, રાજકીય પક્ષો અને ચૂંટણી તંત્રને સુવિધા અને માહિતી પૂરી પાડવાના હેતુથી ટ્રુ-વોટર મોબાઈલ એપ વિકસાવવામાં આવી છે. આ એપનો ઉપયોગ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોની નોંધણી કરવા માટે પણ થઈ શકે છે. આ એપ દ્વારા મતદારો વિવિધ સુવિધાઓ સાથે મતદાર યાદીમાં પોતાનું નામ શોધી શકશે. તેમાં હવે મતદાર નોંધણીની સુવિધા ઉમેરવામાં આવી છે. મતદાર નોંધણી ભારતના ચૂંટણી પંચની મતદાર નોંધણી વેબસાઇટની લિંક દ્વારા કરવામાં આવશે. તેથી મતદારોના નામ કે સરનામા પણ સુધારી શકાશે.

મોટા સમાચાર: કેન્દ્રીય કેબિનેટની બેઠક પૂરી, ત્રણ કૃષિ કાયદાને રદ કરવા માટે કેન્દ્રીય કેબિનેટે આપી લીલી ઝંડી

ભારતના ચૂંટણી પંચ દ્વારા 30 નવેમ્બર, 2021 સુધી વિશેષ સંક્ષિપ્ત સમીક્ષા કાર્યક્રમ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે, 1 જાન્યુઆરી, 2022 ના રોજ 18 વર્ષની વય પૂર્ણ કરી ચૂકેલા પાત્ર નાગરિકોને મતદાર તરીકે નોંધણી કરાવવાની તક છે. 5 જાન્યુઆરી, 2022ના રોજ વિધાનસભા ક્ષેત્રની અંતિમ મતદાર યાદીઓ જાહેર કરવામાં આવશે. 2022ની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં આ જ મતદાર યાદીઓનો ઉપયોગ કરવામાં આવશે. તેથી, વધુને વધુ  પાત્રતા ધરાવતા નાગરિકોએ તેમના નામની નોંધણી કરાવવી અથવા તેમના નામ કે સરનામામાં કોઈ ફેરફાર હોય તો તે અત્યારે જ કરાવવો જોઈએ, તેવી અપીલ મદને કરી હતી.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version