21 મી જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા.. જાણો દરરોજ કેટલા શ્રદ્ધાળુઓ કરી શકશે આ યાત્રા .

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

9 જુલાઈ 2020

હાલમાં ચાલી રહેલી કોવિડ-19 રોગચાળા વચ્ચે હિમાલયમાં દર વર્ષે આયોજિત થતી અમરનાથ યાત્રામા આ વર્ષે મોટા ફેરફારો કરવામાં આવ્યાં છે અને દરરોજ માત્ર  500  યાત્રાળુઓ જ ભગવાન શિવની પવિત્ર ગુફાના દર્શનની કરી શકશે એમ અધિકારીઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે. આ વર્ષે અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થશે.

કોરોના મહામારી ને કારણે આમ તો તમામ ધાર્મિક આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. પરંતુ,  કેન્દ્રીય મંત્રીઓની મળેલી ઉચ્ચ બેઠકમાં આ વર્ષે કડક નિયમો સાથે યાત્રા કરવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યાં મેડિકલ guideline નું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. આમ બાબા અમરનાથ ઉપરાંત વૈષ્ણવ દેવીના દર્શન પણ શ્રદ્ધાળુઓ કરી શકશે પરંતુ વૈષ્ણવ દેવી માટે શ્રદ્ધાળુઓની સંખ્યા હજુ જાહેર કરાઇ નથી .

અમરનાથ અને વૈષ્ણવ દેવી એમ બંને ધાર્મિક સ્થળો જમ્મુ કાશ્મીરમાં આવેલા છે. જ્યાં 9 હજારથી વધુ કોરોનાના કેસ આવી ચૂક્યા છે. બીજી બાજુ ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાયા બાદ આ વર્ષે યાત્રા પ્રથમ વાર જ આયોજિત થઇ છે. આથી બંને યાત્રાઓ દરમિયાન ચાપતો પોલીસ બંદોબસ્ત અને સાથે જ કડક સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવશે એમ પણ જણાવવામાં આવ્યું છે…. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment