ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 માર્ચ 2021
મહારાષ્ટ્રમાં પોલીસની વર્દી વધુ એક વખત બદનામ થઈ છે. એનઆઈએની તપાસમાં જે વાસ્તવિકતા સામે આવી છે તે સાંભળીને તમે ચોંકી જશો.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા ની નીચે જે ગાડી માં વિસ્ફોટકો ભરેલા હતા તે ગાડી સુરક્ષિત રીતે એન્ટિલિયા ની નીચે પહોંચી જાય તે માટે ખુદ પોલીસ વિભાગની ગાડી તેને એસ્કોર્ટ કરી રહી હતી.
આટલું જ નહીં ક્રાઇમ બ્રાન્ચની જે ગાડી વિસ્ફોટકોથી ભરેલી ગાડી ને એસકોર્ટ કરી રહી હતી તેમાં ખુદ સચિન વાઝે મોજુદ હતો. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ગાડીને સચિન વઝે નો વિશ્વાસુ માણસ ચલાવી રહ્યો હતો.
હવે પોલીસ પાસે જે પુરાવા મળ્યા છે તેનાથી સાબિત થયું છે કે પીપીઇ કીટ પહેરીને જે વ્યક્તિ એન્ટિલિયા નીચે દેખાયો હતો તે વ્યક્તિ સચિન પોતે હતો. આ ઉપરાંત તેણે પીપીઇ કિટને નષ્ટ કરી નાખી છે. પરંતુ પીપીઇ કીટ ની અંદર તેણે જે વસ્ત્રો પહેર્યા હતા તે વસ્ત્રો એનઆઈએને મળી ગયા છે.
આમ હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે પોલીસ વિભાગના કર્મચારી એ પોતે જ વિસ્ફોટકો મુકેશ અંબાણીના ઘરની નીચે મુક્યા હતા.