ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 15 એપ્રિલ 2021.
ગુરુવાર.
25 ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો મળી આવી હતી. સાથે એક ધમકી ભર્યો પત્ર પણ અંબાણી પરિવારને મળ્યો હતો. આ મામલે NIA દ્વારા મહારાષ્ટ્ર પોલીસના API સચિન વઝેની ધરપકડ કરી છે અને હવે તપાસનો દોર મહારાષ્ટ્ર સરકાર સુધી પહોંચી ગયો છે. આ સમગ્ર પ્રકરણમાં રોજેરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. આ મુદ્દે મુબંઈની સામાન્ય જનતા અને રાજનેતાઓમાં એન્ટેલિયા ચર્ચાનો વિષય બની ગયું છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર છેલ્લા એક મહિનાથી એન્ટેલિયામાં છે જ નહીં. સમગ્ર અંબાણીનો પરિવાર હાલ ગુજરાતના જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશિપના બંગલોઝમાં છે. જો કે સત્તાવાર તેની પુષ્ટિ નથી થઈ, પરંતુ ટાઉનશિપની બહાર સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યાં અંબાણી પરિવાર રોકાયો છે. શક્ય છે કે, આની પાછળ વઝે અથવા મુંબઈમાં વધતો કોરોનેનો પ્રકોપ પણ હોય.