ન્યૂઝ કંટીન્યૂઝ.
સદીના મહાનાયક, સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને કરોડો લોકોની ચાહત ધરાવનાર સુપ્રસિધ્ધ અભિનેત્રી રેખા બંને અત્યારે મુશ્કેલીમાં છે.
ગત મોડીરાત્રે અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને કહ્યું કે તેમને કોરોના લાગુ પડ્યો છે. આ સાથે જ એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે તેમના પુત્ર અભિષેક બચ્ચનને પણ કોરોના થયો છે. અમિતાભ બચ્ચનની ઉંમર ૭૭ વર્ષની છે. તેમના શરીરમાં ઓક્સિજન લેવલ નીચે જતાની સાથે જ તેમણે પોતાનું ટેસ્ટ કરાવ્યું હતું જેમાં તેમને કોરોના લાગુ પડ્યો હોવાનું માલુમ પડયું. અમિતાભ બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ તેમના પુત્ર અભિષેક બચ્ચનને પણ કોરોના થયો છે. અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા સમયથી ઘરની બહાર નીકળ્યા નથી. પરંતુ તેઓના ઘરે લોકોની સતત અવરજવર રહે છે. આ ઉપરાંત તેમના ઘરે ના ઘણા બધા લોકો કામ કરવા પણ આવે છે. તેમનું સ્વાસ્થ્ય સારું થાય તે માટે તેમના ફેન દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે.
બીજા એક ચોંકાવનારા સમાચાર મુજબ, સુપ્રસિધ્ધ અભિનેત્રી રેખા પણ હાલ કોરોના ના ખતરા થી ઝઝુમી રહી છે. તેના બંગલા ના સિક્યોરિટી ગાર્ડને કોરોના થયો. રેખાનો બંગલો બાંદરાના બેન્ડ સ્ટેન્ડ પાસે આવેલો છે. જેનું નામ 'સી સ્પ્રિંગ' છે. આ બંગલા ના બે સિક્યોરીટી ગાર્ડ છે. જેમાંથી એક સિક્યોરિટી ગાર્ડને કોરોના થયો છે. ત્યાર બાદ આ સમગ્ર વિસ્તારની મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તપાસણી કરવામાં આવી હતી. તપાસ કર્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ રેખાના ઘરની બહાર કન્ટામિનેટેડ ઝોન નું બોર્ડ મારી દીધું છે.
આમ અમિતાભ બચ્ચન કોરોના ની ઝપટ માં આવી ગયા છે. જ્યારે કે રેખા પણ મુશ્કેલીમાં છે.