ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓક્ટોબર 2020
કોરોના વાઇરસના કેસ વધતાની સાથે કોરોનાના ઇલાજ માટે કામ આવતી દવા-ઇન્જેકશનનું ડબલ ભાવમાં વેચાણ થઈ રહ્યું છે. આવા સમયે કળાબજાર કરનારા એક વ્યક્તિ ની ધરપકડ થઈ છે. જે સાત રૂપિયાના ઇન્જેકશનને એક લાખ રૂપિયામાં વેચતો હતો.. આરોપીએ વિદેશથી 58,000 રૂપિયા ખર્ચીને બોગસ ઇન્જેક્સન ખાસ મંગાવ્યા હતાં. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૯ની ટીમે આરોપી પાસેથી સ્વાઝીલૅન્ડમાં બનતી આ દવા જપ્ત કરી હતી. જેને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવી હતી. જેનો ૨૫ સપ્ટેમ્બરે રિપોર્ટ આવ્યો હતો કે આરોપી પાસેથી મળેલું ઇન્જેક્શન બનાવટી છે.
પકડાયેલ આરોપી દિલ્હીમાં મેડિકલ સ્ટોર ધરાવે છે. સ્વાઝીલૅન્ડમાં જે ઇન્જેક્શન બને છે તે તેણે ગુડગાંવમાંથી બ્લૅકમાં ખરીદ્યા હતાં. બાદમાં તેણે ઇન્જેક્શનની સાઇઝની બોટલ, તેના બૉક્સના કવર પ્રિન્ટ કરાવ્યા હતા. આમ સાત રૂપિયામાં પડતું ઇન્જેક્શન તે એક લાખ રૂપિયામાં વેચતો હતો. પૈસા કમાવવાની લાલચમાં આરોપીએ આવા ઇન્જેક્શન અનેક લોકોને વેચીને તેમના જીવ જોખમમાં મૂક્યા હતાં ની વાત ઉજાગર થઈ છે..