ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ડિસેમ્બર 2021
શનિવાર
કેળા વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ફળોમાંનું એક છે. કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિશ્વભરમાં કેળાની 1 હજારથી વધુ જાતો છે. જેમાંથી ભારતમાં કેળાની 20 જાતો જોવા મળે છે. પીળા અને લીલા કેળા ભારતમાં સૌથી વધુ ખાવામાં આવે છે અને પસંદ કરવામાં આવે છે. પરંતુ શું તમે લાલ કેળા ના સ્વાસ્થ્ય લાભો વિશે જાણો છો.તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં લાલ રંગનું કેળું જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા સિવાય, તે વેસ્ટ ઈન્ડિઝ, મેક્સિકો અને અમેરિકાના કેટલાક ભાગોમાં ઉગાડવામાં આવે છે. આ કેળાને રેડ ડાક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં સામાન્ય કેળા કરતાં વધુ પોષક તત્વો હોય છે. લાલ રંગના કેળામાં મિનરલ્સ, વિટામિન્સ, ઘણાં ફાઈબર અને સારા કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. લાલ કેળાના સેવનથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે અને વજનને નિયંત્રિત કરી શકાય છે.
રોગપ્રતિકારક શક્તિ:
રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, આપણે ઘણા ફળોનું સેવન કરીએ છીએ અને તેમાંથી એક ફળ છે લાલ કેળું. તમને જણાવી દઈએ કે લાલ કેળામાં વિટામિન C અને વિટામિન B6 ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.
સ્થૂળતા:
લાલ કેળામાં અન્ય ફળોની સરખામણીમાં ખૂબ ઓછી કેલરી હોય છે. કેળાનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના કારણે આપણે વધુ પડતું ખાવાનું ટાળીએ છીએ અને સરળતાથી વજન ઘટાડી શકીએ છીએ.
એનર્જીઃ
લાલ કેળાને એનર્જીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. લાલ કેળું ખાવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. લાલ કેળામાં રહેલ પ્રાકૃતિક ખાંડ ઇન્સ્ટન્ટ એનર્જી આપવાનું કામ કરી શકે છે.
ડાયાબિટીસ:
લાલ કેળામાં હાજર ડાયેટરી ફાઈબર બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો નિયંત્રિત કરી શકે છે. લાલ કેળાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આયર્ન:
લાલ કેળામાં વિટામીન અને એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય તે વિટામિન B6 પણ આપે છે. વિટામિન B6 એનિમિયાની ઉણપને દૂર કરવામાં મદદ કરી શકે છે.