ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
પોલીસના રેઢિયાળ કારભારને કારણે મોટા ભાગની ભ્રષ્ટાચારની ફરિયાદ પોલીસના ચોપડા સુધી પહોંચતી જ નથી. જોકે હવે પોલીસે જ ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા માટે કમર કસી છે. એન્ટી કરપ્શન બ્યુરો હવે પોતાની જાતને અપડેટ કરી રહ્યું છે. બહુ જલદી હવે એન્ટી કરપ્શન બ્યુરો ફરિયાદીના ઘરે જઈને ફરિયાદ નોંધવાનું કામ કરવાની છે. એ માટે તેઓએ ‘તમારા ઘરે’ આ યોજના અમલમાં મૂકી છે. હાલ આ યોજનાને કોંકણના રત્નાગિરિમાં અમલમાં મૂકવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીના કહેવા મુજબ ફરિયાદીના ઘરે ફરિયાદ નોંધવા જવાથી ફરિયાદીને થતી ખોટી ભાગાદોડથી છુટકારો મળશે. જવાબ નોંધવામાં અને દસ્તાવેજોમાં સમય બચશે. ફરિયાદીનો સમય અને પૈસા બંને બચી જશે. વ્હોટ્સઍપથી પણ ફરિયાદ કરી શકાશે.
આઇ.આઇ.ટી. પાસ કર્યા પછી બન્યા નેતા : જાણો એવા પાંચ સફળ નેતા વિશે જેમણે પોતાની તકદીર પોતે બનાવી
બહુ જલદી આ યોજનાને રાજ્યના અન્ય જિલ્લામાં પણ અમલમાં મૂકવા બાબતે સરકાર વિચાર કરી રહી હોવાનું કહેવાય છે.