નેપોટીઝમ મામલે હવે એ. આર. રહેમાને પણ ઝંપલાવ્યું. કહ્યું, મારી કારકીર્દી ખતમ કરવાની સાજીશ થઈ હતી.. જાણો વિગત…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

27 જુલાઈ 2020

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ફાટી નીકળેલા ભત્રીજાવાદની ચર્ચા હજી શાંત થઇ નથી. અભિનેતાના મૃત્યુને 1 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે અને હજી પણ ઇન્ડસ્ટ્રીમાં ભત્રીજાવાદનો મુદ્દો ગરમાયો છે. તાજેતર માં જ પ્રખ્યાત ગાયક અને સંગીતકાર એ.આર. રહેમાને આ મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. એઆર રહેમાને કહ્યું હતું કે, બોલિવૂડમાં તેની સામે એક આખી ગેંગ કામ કરી રહી છે, જે તેમની સામે અફવાઓ ફેલાવી રહી છે અને તેથી જ તેને બોલિવૂડમાં વધારે કામ મળતું નથી. ઉલ્લેખનીય છે કે એ.આર. રહમાનના આ નિવેદન પછી હવે ડિરેક્ટર શેખર કપૂરે એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું – તમને ખબર છે કે તમારી સમસ્યા શું છે એ.આર.રહેમાન? તમે ગયા અને ઓસ્કાર એવોર્ડ જીત્યો. ઓસ્કર બોલિવૂડમાં કિસ ઓફ ડેથ જેવો છે. આ એવોર્ડથી સાબિત થાય છે કે તમારી અંદર એટલી બધી પ્રતિભા છે કે બોલીવુડ તેને નિયંત્રિત કરવામાં સક્ષમ નથી. 

નોંધપાત્ર વાત છે કે એઆર રહેમાનનું આ  નિવેદન એવા સમયે આવ્યું છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલીવુડમાં 'ઇનસાઇડર અને આઉટસાઇડર' વિશે ચર્ચા થઈ રહી છે…  

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment