ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે ૨૦૨૧
બુધવાર
હરિયાણામાં રેવાડી જિલ્લાના રામપુરા પોલીસ સ્ટેશનમાં સૈન્યના જવાન સામે એફઆઈઆર નોંધાઈ છે. જવાને કેન્દ્રીય પ્રધાન અને ગુરુગ્રામ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ રાવ ઇન્દ્રજિત સિંહ અને તેમના પરિવારને ગોળી મારી હત્યા કરવાની ધમકી આપી હતી.
હકીકતે જવાનનો નાનો ભાઈ કોરોના ગ્રસ્ત હતો, તેના માટે રેવાડીમાં ઓક્સિજન ન મળતા ગુરુગ્રામથી ૭૦ હજાર રૂપિયા આપીને ઓક્સિજન સિલિન્ડર મગાવવાઓ પડ્યો હતો. આ સંદર્ભે તેણે એક વિડિયો બનાવ્યો હતો અને ઉપરોક્ત વિધાન કર્યું હતું. લોકો દ્વારા આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જવાને વીડિયોમાં પોતાનું નામ જણાવ્યું નથી, પરંતુ તે સ્પષ્ટ થઈ ગયું છે કે તે રેવાડી જિલ્લાનો રહેવાસી છે.
બ્રેકિંગ ન્યુઝ : મહારાષ્ટ્રમાં લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવામાં આવ્યું.
જોકે, કેન્દ્રીય પ્રધાન રાવ ઇન્દ્રજિત સિંહ આ મામલે આગળ આવ્યા નથી, પરંતુ તેમના સમર્થકોનું કહેવું છે કે આ વીડિયો એક ષડયંત્રનું પરિણામ છે. કેન્દ્રીય મંત્રીના અંગત સચિવ કહે છે કે સંબંધિત વ્યક્તિએ અપશબ્દોનો ઉપયોગ કરીને અને વીડિયો વાયરલ કરી કેન્દ્રીય પ્રધાનની છબીને કલંકિત કરી છે.