ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામ બાપુની તબિયત ફરી એકવાર બગડી ગઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સોમવારે તબિયત બગડ્યા બાદ આસારામ બાપુને તબીબી તપાસ માટે AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પેશાબના રોગને લગતી સમસ્યાને કારણે યુરોલોજી વિભાગના ડોકટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.
અગાઉ પણ આસારામ બાપુને ઘણી વખત સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આસારામ બાપુ એક સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં જોધપુર જેલમાં સજા કાપી રહ્યા છે. તેમના પર આરોપ છે કે તેમણે 15 ઓગસ્ટ 2013ના રોજ જોધપુર પાસે મનઈ વિસ્તારમાં એક સગીરાને પોતાની હવસનો ભોગ બનાવી.
શરમ જનક : જુલાઈ મહિના સુધીમાં જ મુંબઈ શહેરમાં ૫૦૦થી વધુ રેપ કેસ નોંધાયા છે.
Join Our WhatsApp Community