ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર
પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, જેના કારણે પૃથ્વી પર દિવસ અને રાત બદલાય છે. પૃથ્વી એક વર્ષમાં સૂર્યની આસપાસ ફરી એક ચક્કર લગાવે છે અને તેના કારણે ઋતુઓ બદલાય છે. આ તો તમે જાણતા જ હશો પરંતુ જો ધારો કે પૃથ્વી એક સેકન્ડ માટે આમ કરવાનું બંધ કરી દે જાે પૃથ્વી એક સેકન્ડ માટે ફરવાનું બંધ કરી દે તો પૃથ્વી પર કોઈ અસર થશે કે પછી તે સામાન્ય રીતે ચાલતી રહેશે. તમે તેની કલ્પના પણ કરી શકશો નહિ.
જો આપણે પૃથ્વીના પરિભ્રમણ વિશે વાત કરીએ, તો આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે અને પૃથ્વી તેની ધરી પર ફરતી રહે છે. પૃથ્વી ૨૪ કલાકમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે અને પૃથ્વીના પરિભ્રમણની ઝડપ લગભગ ૧૦૦૦ માઈલ પ્રતિ કલાક ગણવામાં આવે છે. હા, એ ચોક્કસ વાત છે કે, માનવીને આ ઝડપનો ખ્યાલ જ ન હોય, તેના રોકવાને લઈને ઘણા સંશોધનો થયા છે, જેમાં અલગ-અલગ બાબતો સામે આવી છે.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, જો પૃથ્વી અચાનક ફરવાનું બંધ કરી દે છે, તો આપણા મોટાભાગના ગ્રહમાં પ્રલય આવી જશે. આનાથી શું થશે કે અડધા ગ્રહને સતત સૂર્યની ગરમીનો સામનો કરવો પડશે અને અડધાને અવકાશની ઠંડીનો સામનો કરવો પડશે. આના કારણે અડધા વિસ્તાર પર આટલી ગરમી અને આટલી ઠંડી પડશે, ઘણા પ્રાણીઓ તેનાથી પ્રભાવિત થશે અને તેના પરિણામો ખૂબ જ ખરાબ આવશે. આ સાથે બાષ્પીભવન વગેરેની પ્રક્રિયા પર ખૂબ અસર થશે અને તે સમયે શું થશે તેની કલ્પના કરવી પણ અધરી છે.
જો આવું થાય છે, તો આવી ભયાનક ઘટનામાં દરેકના મૃત્યુ થવાની સંભાવના છે. તે વિનાશક હશે. આપણે બધા પૃથ્વી સાથે ૮૦૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે પૂર્વ તરફ આગળ વધી રહ્યા છીએ. તે જ સમયે, જો પૃથ્વી ફરવાનું બંધ કરશે, તો તમે ૮૦૦ માઇલની ઝડપે આગળ પડશો અને તમને પૃથ્વી પર ભયંકર નજારો જોવા મળશે. એવું માનવામાં આવે છે કે, આ સ્થિતિમાં પૃથ્વી પરના દરેક વ્યક્તિ મૃત્યુ પામશે. લોકો બહાર ઉડતા હશે અને તે પૃથ્વી પર એક ખરાબ દિવસ હશે.