ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑગસ્ટ, 2021
ગુરુવાર
રીઢો ડ્રગ પેડલર નિરંજન શાહ અંતે મહારાષ્ટ્ર ઍન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ને હાથ આવી ગયો છે. એક સમયે બિગ બુલ હર્ષદ મહેતા સાથે કામ કરી ચૂકેલા નિરંજનને મંગળવારે દિલ્હીના મુનરિકા વિસ્તારમાં આવેલા એક નાના મકાનમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. ધરપકડથી બચવા તે ઠેરઠેર ભાગી રહ્યો હતો. કોર્ટમાં તેને હાજર કરાતાં 25 ઑગસ્ટ સુધીની ATSની કસ્ટડી ફટકારી હતી.
ATSએ માર્ચમાં જુહુમાંથી સોહેલ યુસુફ મેમણ નામની વ્યક્તિને 5.65 કિલો મેફડ્રોન સાથે પકડી પાડ્યો હતો, એ કેસમાં નિરંજન વૉન્ટેડ હતો. નિરંજન સામે ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં પણ અગાઉ ગુનો નોંધાઈ ચૂક્યો છે. તેમ જ મુંબઈ, દિલ્હીમાં અનેક પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાઈ છે. એન્ટી-નાર્કોટિક્સ સેલ મુંબઈ, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોમાં પણ તેની સામે ફરિયાદો નોંધાઈ છે.
ધરપકડથી બચવા તે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, તેલંગણા, કર્ણાટકમાં છુપાતો ફરતો હતો. ATSને દિલ્હી હોવાની ટિપ મળી હતી. એને આધારે છટકું ગોઠવીને તેને પકડી પાડ્યો હતો.