ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
21 જુલાઈ 2020
ઉત્તર પ્રદેશનાં, અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. 'રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા' આ માહિતી આપવામાં આવી છે. વળી, રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા તમામ વરિષ્ઠ નેતાઓને આ કાર્યક્રમમાં આમંત્રણ અપાયું છે. રામમંદિરનું શિલાપૂજન ત્રણ દિવસ ચાલશે, જેમાં 11 કે 21 બ્રાહ્મણ દિવસનું અનુષ્ઠાન સંપન્ન કરાવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના વરિષ્ઠ નેતામાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને પણ આમંત્રણ અપાયું છે. ઉમા ભારતી, વિનય કટિયાર અને સાધ્વી ઋતભરા જેઓ રામ મંદિર આંદોલનમાં ભાગ લઈ ચુક્યા છે, તેમને પણ આમંત્રિત કર્યા છે. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના આલોક કુમાર અને મિલિંદ પરંડે ભાગ લેશે. સંઘસંચલક મોહન ભાગવત અને સંઘના અન્ય નેતાઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે..
આ કાર્યક્રમમાં જે 50 વીઆઇપી હાજર રહેશે તેમાં વડા પ્રધાન મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પણ આમંત્રણ અપાયું છે. કાર્યક્રમ સામાજિક અંતરને અનુસરી, તમામ મેડીકલ ગાઈડલાઈન નું પાલન કરીને ભવ્ય બનાવાશે. તેમજ સ્થળ પર પાંચ મોટી સ્ક્રીનો લગાવવામાં આવશે જેથી તમામ ભક્તો આ પ્રસંગનો લાભ લઈ શકે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com