News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશ(Uttar pradesh) ના શામલી જિલ્લાના કૈરાનામાં રહેતા અઢી ફૂટના રહેવાસી અઝીમ મન્સૂરી(Azim Mansuri) અને હાપુડના મજીદપુરામાં રહેતા 3.2 ફૂટની બુશરાના નિકાહ(Nikah) કબૂલ થઈ ગયા છે.
અઝીમે ક્રીમ કલરની શેરવાની અને સાફો પહેર્યો હતો. તો વળી બુશરા લાલ રંગના લહેંગામાં જોવા મળી હતી. બંને લગ્નને લઈને ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. બેન્ડ વાજા સાથે ધૂમધામ સાથે અઝીમની જાન નિકળી અને સંબંધીઓએ મન મુકીને ડાંસ કર્યો. અઝીમે કારમાં બેસતા જ પોતાની ખુશી જાહેર કરી હતી.
कैराना कोतवाली क्षेत्र के 3 फीट के अजीम मंसूरी के सर पर सजा सेहरा, बारात लेकर अपनी बेगम को लेने के लिए निकला हापुड़#AzeemMansoori pic.twitter.com/Kyx7iWnJFH
— Mohammad Altaf Ali (@MdAltafAli15) November 2, 2022
આ સમાચાર પણ વાંચો : ગોલ્ડ ખરીદવાની સોનેરી તક- 50 હજાર નજીક છે કિંમત- ચાંદીમાં ઘટાડો
મહત્વનું છે કે અઝીમ મન્સુરી પોતાના નિકાહને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઉચ્ચ સરકારી અધિકારીઓના ચક્કર લગાવીને ચર્ચામાં રહ્યો હતો. આખરે અઝીમ મન્સુરીના નિકાહની દુઆ કબૂલ થઈ ગઈ છે.
આ નિકાહ જોવા માટે એટલી ભીડ એકઠી થઈ ગઈ કે પોલીસને બોલાવવી પડી જેણે ભીડનું સંચાલન કર્યું. હાલ આ નિકાહનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
