ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧
શનિવાર
દક્ષિણ દિલ્હીના 'બાબા કા ઢાબા'ના માલિક કાંતા પ્રસાદને સફદરજંગ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેણે 17 જૂને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે ૮૧ વર્ષીય પ્રસાદે ઊંઘની ગોળીઓ ખાઈ લીધી અને ત્યાર બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
એક વરિષ્ઠ અધિકારીના મીડિયાને જણાવ્યા અનુસાર પ્રસાદે પોલીસને કહ્યું હતું કે યુટ્યુબર ગૌરવ વાસનની માફી માગવા માટે ઘણા લોકો દ્વારા તેમને ફોન આવી રહ્યા છે. આનાથી તે અસ્વસ્થ થઈ ગયા હતા અને આ પગલું ભર્યું. આ મામલે હજી સુધી કોઈ કેસ નોંધાયો નથી. ઘરે પાછા ફર્યા બાદ પ્રસાદે મીડિયાને કહ્યું “ગુરુવારે મને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હું ઇચ્છું છું કે વાસન હંમેશાં ખુશ રહે અને અમને અમારા હાલ પર છોડી દે.”
જોકેવાસને મીડિયાને કહ્યું કે તેને ખબર નથી કે કોણ પ્રસાદને ફોન કરે છે. તેણે કહ્યું “હું કેવી રીતે જાણું કે તેમને કોણ ફોન કરે છે અને મને માફી માગવા માટે કેમ કહે છે?”
આંખો પહોળી થઈ જશે : મુકેશભાઈ ના ૫- જી ની સ્પીડ ૧ જી.બી. પ્રતિ સેકન્ડ છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે યુટ્યુબર ગૌરવ વાસનને કારણે બાબા કા ઢાબાનો વીડિયો આખા દેશમાં વાયરલ થઈ ગયો હતો અને અનેક લોકોએ મદદનો હાથ લંબાવ્યો હતો.