બાબા રામદેવએ અનુજ બંધુ રામ ભરતને બનાવ્યાં કંપનીમાં MD.. તેમનો વાર્ષિક પગાર જાણી તમે પણ ચોંકી જશો…

by Dr. Mayur Parikh
Baba Ramdev Makes Controversial Remark on Muslims in Rajasthans Barmer

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
01 ડિસેમ્બર 2020

યોગગુરુ બાબા રામદેવ તેમની યોગ અને આયુર્વેદિક ટીપ્સને કારણે હેડલાઇન્સમાં છે. પરંતુ આ વખતે તે, તેના ભાઈ વિશે છે. પતંજલિ ગ્રુપના આશ્રયદાતા અને યોગગુરુ બાબા રામદેવના નાના ભાઈ રામ ભરત વિશે બહુ ઓછા લોકો જાણે છે. પરંતુ તેઓને અપાયેલા આ પગારને લઇને હાલ તેઓ ચર્ચામાં આવી ગયા છે. બાબા રામદેવે પોતાની મોટી કંપનીના એમડી પદની જવાબદારી રામ ભરતને સોંપી છે. જેમાં તેમનો વાર્ષિક પગાર લાખો, કરોડો નહીં પરંતુ વાર્ષિક 1 રૂપિયો નક્કી કરવામાં આવ્યો આ કંપનીનું નામ રૂચિ સોયા છે. ન્યુટ્રેલા ફૂડ બ્રાન્ડ વેચતી સોયા ફૂડ કંપની રૂચિ સોયાને પતંજલિ ગ્રુપ દ્વારા ગયા વર્ષે 4,350 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ કંપનીમાં બાબા રામદેવે તેમના નાના ભાઈ રામ ભરતને બોર્ડમાં સ્થાન જ નથી આપ્યું, પરંતુ તેમને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પણ બનાવ્યા છે. 

આ સોયા કંપનીએ તેના શેરધારકોને નોટિસ ફટકારીને રામ ભારતની મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્તિ માટે મંજૂરી માંગી હતી. આ કંપનીમાં બાબા રામદેવ ડિરેક્ટર પદ પણ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે બાબા રામદેવના ભાઈ રામ ભરતના પગારની છે. તેમને વાર્ષિક પગાર ફક્ત 1 રૂપિયા આપવામાં આવશે. આટલો પગાર લેનારા રામ ભરત ચર્ચામાં રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે સીધા અને સરળ સ્વભાવના રામ ભરત વ્યાપાર, કુશળ અને તીક્ષ્ણ બુદ્ધિથી સમૃદ્ધ છે. તેઓ અંગ્રેજી ભાષા પર ખૂબ સારું પ્રભત્વ ધરાવે છે અને તેઓ સામાજિક કાર્યમાં પણ આગળ પડતો રસ લે છે..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More