News Continuous Bureau | Mumbai
જ્યારે આપણા સ્વાસ્થ્યની વાત આવે છે, ત્યારે આપણે ઘણીવાર આપણા હાડકાં (bone)પર ઓછું ધ્યાન આપીએ છીએ. આપણને લાગે છે કે વૃદ્ધાવસ્થા સાથે હાડકાં સંબંધિત સમસ્યાઓ આવે છે, પરંતુ એવું નથી. એવી ઘણી નાની-નાની વસ્તુઓ છે જે આપણે રોજ કરીએ છીએ, જેના કારણે આપણા હાડકાં નબળા થવા લાગે છે અને આપણને તેનો ખ્યાલ પણ નથી આવતો. આને કારણે, આપણે નાની ઉંમરે હાડકા સંબંધિત સમસ્યાઓ જેમ કે સંધિવા અથવા ઓસ્ટીયોપોરોસિસ નો શિકાર બનીએ છીએ. અલબત્ત, તેની અસર અત્યારે અનુભવી નથી, પરંતુ આપણે તેના પરિણામો પછી ભોગવવા પડશે.ઓસ્ટીયોપોરોસિસ(osteoporosis) એ એક એવી સ્થિતિ છે જે હાડકાને નબળા બનાવે છે અને તેમને નાજુક બનાવે છે, જેનાથી તેઓ ઈજાગ્રસ્ત બને છે. આ સમસ્યા ધીમે ધીમે વિકસે છે અને જ્યારે આપણને તેની જાણ થાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. તેથી, શ્રેષ્ઠ છે કે આપણે સમયસર આપણી આદતો સુધારીએ, જેના કારણે આપણાં હાડકાં નબળાં પડી શકે છે.તો ચાલો જાણીએ કેટલીક સામાન્ય આદતો વિશે જે ઓસ્ટિયોપોરોસિસ નું કારણ બને છે.
1. તડકો ન લેવો
સૂર્યપ્રકાશ (sun bath)આપણા હાડકાં માટે જરૂરી છે કારણ કે તેમાંથી તમને વિટામિન ડી મળે છે. વિટામિન ડી આપણા હાડકાંનું રક્ષણ કરે છે અને આપણા શરીરને કેલ્શિયમ(calcium) શોષવામાં મદદ કરે છે. અમેરિકન નેશનલ ઓસ્ટીયોપોરોસિસ ફાઉન્ડેશન મુજબ, 50 વર્ષથી ઓછી વયના પુખ્તોને દરરોજ 400 થી 800 IU વિટામિન ડીની જરૂર પડે છે અને 50 થી વધુ ઉંમરના લોકોને 800 થી 1,000 IUની જરૂર હોય છે. જો તમને સૂર્યપ્રકાશથી પૂરતું વિટામિન ડી ન મળતું હોય, તો તમારા ડૉક્ટરને અમુક સપ્લિમેન્ટ્સ લખવાનું કહો.
2. વધુ પ્રોટીન ખાવું
ઘણા લોકો પ્રોટીનની(protein) કમી વિશે ચિંતા કરે છે, પરંતુ સત્ય એ છે કે આપણામાંના મોટાભાગના લોકો પૂરતા પ્રમાણમાં પ્રોટીન મેળવે છે. પ્રોટીનની પૂરતી માત્રામાં સેવન કરવું ફાયદાકારક છે, પરંતુ વધુ પડતું સેવન તમારા શરીર ને ભારે નુકશાન કરી શકે છે. જ્યારે તમે ખૂબ પ્રોટીન ખાઓ છો, ત્યારે તમારું શરીર વધુ કેલ્શિયમ બનાવે છે, અને તમારા હાડકાંને આ આવશ્યક ખનિજ પુરતું મળતું નથી.
3. દારૂ અને સોફ્ટ ડ્રિન્ક પીવું
શું તમને દારૂ(alcohol) અને સોફ્ટ ડ્રિન્ક (soft drink)પીવાનું ગમે છે? જો એમ હોય તો, તે તમારા હાડકાને નબળા બનાવી શકે છે. વધુ પડતો આલ્કોહોલ પીવાથી હાડકા માટે જરૂરી હોર્મોન્સના ઉત્પાદન અને કેલ્શિયમના શોષણને અસર થાય છે. કાર્બોનેટેડ પીણાં ના વધુ પડતા વપરાશ થી પણ હાડકાની ઘનતા ઓછી થાય છે.
4. બેઠાડુ જીવન
તમે તમારા હાડકાને જેટલા હાલતા-ચાલતા રાખશો તેટલા તે મજબૂત બનશે. મેયો ક્લિનિક અનુસાર, કસરત (exercise)કરવાથી માત્ર તમારા સ્નાયુઓ જ મજબૂત નથી થતા, પરંતુ તેનાથી હાડકાં પણ મજબૂત થાય છે. જો તમે મજબૂત હાડકાં બનાવવા માંગો છો, તો આખો દિવસ પલંગ પર સૂવાને બદલે તમારા પગને હાલતા-ચાલતા રાખો . દોડવું, કૂદવું, ચાલવું કે નાચવું ગમે તે કરો, બસ આળસ દૂર કરો.
5. પૂરતું કેલ્શિયમ ન લેવું
કેલ્શિયમ(calcium) મજબૂત અને જાડા હાડકાં માટે ખૂબ જ જરૂરી છે. તેથી કેલ્શિયમની પૂરતી માત્રા હોવી ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને કેલ્શિયમ મળે છે. જો તે સારી રીતે સંતુલિત ન હોય તો, તે પોષણની ઉણપ તરફ દોરી શકે છે. તેથી, તમારા હાડકાંને મજબૂત રાખવા માટે સંતુલિત અને સ્વસ્થ આહાર લો.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- રોગપ્રતિકારક શક્તિ થી લઇ ને ત્વચા સુધી ચોમાસાની ઋતુમાં આ ફળના જ્યુસ નું સેવન છે લાભકારી -જાણો તેના અન્ય ફાયદા વિષે