ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
7 જુલાઈ 2020
સોમવારે મોડીરાત્રેથી રુદ્રપ્રયાગ અને શ્રીનગર વચ્ચે આવેલો બદ્રીનાથ હાઇવે બંધ છે. જિલ્લામાં ભારે વરસાદ અને ભુસ્ખલન ને કારણે હાઈવે પર વાહનોની ભારે ભીડ લાગી છે.. હાઇવે પર બદરીનાથ અને કેદારનાથ જતા મુસાફરો રાતથી ફસાયેલા છે. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા હાઇવે ખોલવાનું કામ પુરજોશમાં ચાલુ છે. ડુંગરાળ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. સર્વત્ર ભૂસ્ખલનની સ્થિતિને કારણે બદ્રીનાથ અને કેદારનાથ ધામ જતા યાત્રિકો માટે સંકટ વધુ સર્જાયું છે. કારણકે આ લોકોએ ફિક્સ સમયે દર્શન કરી લેવાની હોવાથી સમયસર પહોંચવું જરૂરી છે, સાથે સાથે સ્થાનિક લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રુદ્રપ્રયાગમાં સોમવારની રાતથી વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે રુદ્રપ્રયાગ અને શ્રીનગર વચ્ચેના પડેલા કાટમાળને કારણે બદ્રીનાથ હાઇવે બંધ થઈ ગયો છે. હાઇવે ખોલવાનું કામ ચાલુ છે બીજી બાજુ હાઇવે બંધ હોવાને કારણે મુસાફરો સમયસર બદ્રીનાથ અને કેદારનાથ પહોંચી શકતા નથી. ભારે વરસાદને કારણે બદરીનાથ હાઈવે પર સિરોબાગડ પર તો ડુંગર સુધ્ધાં તૂટી પડ્યો હતો. જેના કારણે માર્ગમાં ભારે કાટમાળ મોટા મોટા પથ્થરો પડયા છે.. જેને કારણે અવરજવર અટકી ગઈ હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com