ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જૂન ૨૦૨૧
બુધવાર
પિત્ઝાના રસિયાઓ તેના પર ભરપૂર ઓરેગાનો નાખી પિત્ઝાનો સ્વાદ વધારી પિત્ઝાની જાફત ઉડાવતા હોય છે. એકંદરે એવું મનાય છે કે ઓરેગાનો સ્વાથ્ય માટે સારું છે, પરંતુ તેના વધુ પડતા ઉપયોગથી આડઅસર પણ થઈ શકે છે.
ઓરેગાનોના વધુ પડતા સેવનથી બ્લડ શુગર લેવલ ઓછું થાય છે. ઓરેગાનોનું સેવન લાંબા સમય સુધી કરવાથી સ્કીન એલર્જી પણ જઈ શકે છે. તેમાં સ્કીન પર બળતરા, ખંજવાળ જેવી સમસ્યા થાય છે. સતત ઓરેગાનોના સેવનથી પેટ પર પણ એની ખરાબ અસર થાય છે. પેટમાં બળતરા, અપચો, ગૅસ, કબજિયાત અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન બ્લીડિંગમાં તકલીફ થવાથી મિસકેરેજની શક્યતા પણ વધી શકે છે.
લૉકડાઉનને કારણે આ પિતાએ બાળકની ઔષધી માટે ૩૦૦ કિલોમીટર સાઇકલ પર પ્રવાસ કર્યો; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે ઓરેગાનોમાં અનેક પ્રકારના હર્બ્સ હોય છે, જે પિત્ઝાના ટેસ્ટ અને ફ્લેવરમાં વધારો કરે છે. એથી લોકો પિત્ઝા પર મનભરીને ઓરેગાનો નાખે છે.