News Continuous Bureau | Mumbai
ઉનાળો ની ઋતુમાં (summer season) અનેક મોસમી ફળો આવે છે જેની આપણે આખું વર્ષ રાહ જોતા હોઈએ છીએ. ઉનાળામાં કેરી (mango), તરબૂચ(Watermelon) અને ખરબૂજા (muskmelon) જેવા ફળો માત્ર સ્વાદથી ભરપૂર નથી પણ સ્વાસ્થ્યને પણ ફાયદાકારક છે. આ ઋતુમાં શરીરમાં પાણીની ઉણપ સામાન્ય બાબત છે. પાણીની ઉણપને દૂર કરવા અને શરીરને હાઇડ્રેટ (hidreat) રાખવા માટે તમે ખરબૂજા નું સેવન કરી શકો છો. ખરબુજામાં આવશ્યક વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર હોય છે, જે શરીરને ઘણા ફાયદાઓ આપવામાં મદદ કરી શકે છે. તેમાં લગભગ 95 ટકા પાણી હોય છે, જે શરીરને ગરમીથી બચાવવામાં મદદ કરે છે. એટલું જ નહીં ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખરબૂજા નું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. તે એક મધુર ફળ છે જેમાં કુદરતી ખાંડ હોય છે.
1. રોગપ્રતિકારક શક્તિ-
ખરબૂજા (muskmelon) માં વિટામીન સી (Vitamin c)જોવા મળે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને (immunity) મજબૂત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણા રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે.
2. ડાયાબિટીસ-
ઘણા લોકો માને છે કે ખરબૂજા (muskdmelon) માં ખાંડનું (sugar) પ્રમાણ વધુ હોય છે, જે ડાયાબિટીસમાં નુકસાનકારક હોઈ શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેમાં પ્રાકૃતિક ખાંડ મળી આવે છે. ખરબૂજા માં હાજર એડેનોસિન લોહીને પાતળું કરવાનું કામ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે મર્યાદિત માત્રામાં ખરબૂજા નું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
3. આંખો-
ખરબૂજા(muskmelon) માં વિટામિન એ (Vitamin A) બીટા-કેરોટીન હોય છે, જે આંખોની રોશની સુધારવામાં અને મોતિયાના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. ખરબૂજા ના સેવનથી આંખોને સ્વસ્થ રાખી શકાય છે.
4. પાચન-
ઉનાળાની ઋતુમાં (summer season) પાચનક્રિયાની સમસ્યા વારંવાર થાય છે, કંઈપણ ઊંધું સીધું ખાવાથી કે પછી, વધુ તેલયુક્ત મસાલાવાળો ખોરાક લેવાથી પેટની સમસ્યા થઈ શકે છે. પાચનક્રિયા સારી રાખવા માટે તમે ખરબૂજા નું સેવન કરી શકો છો.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: માત્ર શિયાળામાં જ નહિ ઉનાળા માં પણ છે ઘી ખાવાના અદભૂત ફાયદા; જાણો તેના સેવન થી શું લાભ થાય છે