News Continuous Bureau | Mumbai
ગરમી (summer) કોને ગમે? તેમ છતાં આપણે આ સિઝનને પ્રેમ કરીએ છીએ. તેનું એક કારણ આ સિઝનમાં આવતી રસદાર અને સ્વાદિષ્ટ કેરી (Mango) છે. ઉનાળો આવતાની સાથે જ આપણે બધા બજારથી ઘર સુધી આપણી આસપાસ કેરી જોઈએ છીએ. કેરીઓ પણ આ ઉનાળામાં રાહત આપવાનું કામ કરે છે. વાસ્તવમાં, કેરી એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક (health benefits) છે, એ તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે જે કેરીને ખાઈ ને જે ગોટલો આપણે(mango seeds) નકામો ગણી ને ફેંકી દઈએ છે તે, વાસ્તવમાં ગુણોનો ભંડાર છે. કેરીની ગોટલી માં જોવા મળતા ગુણો શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે.
1. હાઈ બ્લડ પ્રેશર-
જો તમે હાઈ બ્લડ પ્રેશરના (High blood pressure) દર્દી છો, તો કેરીની ગોટલી (mango seeds) તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેરીની ગોટલી નો ઉપયોગ કરીને બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરી શકાય છે.
2. હૃદય-
કેરીની ગોટલી (mango seeds) હૃદયને સ્વસ્થ (heart health) રાખવામાં મદદરૂપ છે. કેરીની ગોટલી ના પાવડર નુ સેવન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે.
3.પીરિયડ્સ –
ઘણી સ્ત્રીઓને પીરિયડ્સ (periords) દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાકને ખૂબ જ રક્તસ્ત્રાવની સમસ્યા હોય છે. જો તમે પણ તેમાંથી એક છો, તો તમે કેરીની ગોટલી ના પાવડર (mango seeds powder) ને દહીંમાં (yogurt) મિક્સ કરીને ખાઈ શકો છો. આ રક્તસ્રાવના પ્રવાહને ઘટાડી શકે છે.
4.દાંત-
દાંતને મજબૂત કરવા માટે કેરીની ગોટલી નો પાવડર(mango seeds powder) લો અને કેરીના પાનને સૂકવીને બાળીને પીસી લો. આ બંનેને મિક્સ કરીને મંજન (tooth powder) કરવાથી દાંત ને મજબૂત બનાવી શકાય છે.
5.વજન ઘટાડવું-
કેરીમાં પ્રોટીન,(protein) ફાઈબર (fiber) અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. વજન ઘટાડવા (weight loss) માટે તમે કેરીની ગોટલી ના પાવડર નુ સેવન કરી શકો છો. તેમાં હાજર ફાઈબર પેટને ભરેલું રાખીને અને વારંવારની ભૂખને નિયંત્રિત કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: પાચન થી લઇ ને રોગપ્રતિકારક શક્તિ સુધી ઉનાળામાં શેતૂર ખાવાના છે આ જબરદસ્ત ફાયદા, ઘણા રોગો રહેશે દૂર