Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ

by Zalak Parikh
Bhooth Bangla Update: Makers trim Akshay Kumar’s film by 10 minutes following CBFC suggestions; runtime now 2 hours 55 minutes.

News Continuous Bureau | Mumbai

Bhooth Bangla Update:બોલિવૂડ ખિલાડી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભૂત બંગલા’ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સેન્સર બોર્ડના સૂચનો બાદ મેકર્સ દ્વારા ફિલ્મમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારોને કારણે ફિલ્મની લંબાઈમાં ૧૦ મિનિટનો ઘટાડો થયો છે. રણવીર સિંહની ‘ધુરંધર 2’ ની સફળતા બાદ હવે બોક્સ ઓફિસ પર તમામની નજર અક્ષય કુમારની આ હોરર-કોમેડી પર ટકેલી છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ આપ્યું છે. જોકે, એક્ઝામિનિંગ કમિટીએ ફિલ્મના કેટલાક સંવાદો અને દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના પગલે મેકર્સે સ્વૈચ્છિક રીતે કટ મૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો : Asha Bhosle Passes Away: આશા ભોંસલેના અવાજે ભારતને અપાવ્યું વિશ્વમાં માન, કોઈ ના તોડી શક્યું આશા તાઈના આ અનોખા રેકોર્ડ્સ

કયા કયા ફેરફારો કરવામાં આવ્યા?

રિપોર્ટ્સ મુજબ, સેન્સર બોર્ડે ફિલ્મના પહેલા અને બીજા હાફમાં કેટલાક મહત્વના ફેરફાર સૂચવ્યા હતા.ફિલ્મમાં ૨૬મી મિનિટે અને એક કલાકની આસપાસ આવતા કેટલાક અશ્લીલ શબ્દોને બદલવામાં આવ્યા છે. મહિલાઓ માટે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓને હટાવી લેવામાં આવી છે. ફિલ્મમાં ધાર્મિક અને અંધવિશ્વાસના સંદર્ભો માટે વિશેષ ડિસ્ક્લેમર ઉમેરવામાં આવ્યું છે. ‘ઓ સુંદરી’ ગીતમાંથી પણ ૧ મિનિટ ૧૨ સેકન્ડનું દ્રશ્ય કાપવામાં આવ્યુંછે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)


મેકર્સ દ્વારા કરવામાં આવેલા કુલ ૬૩ કટ બાદ ૧૧ એપ્રિલે સેન્સર બોર્ડે તેને સ્વીકારી લીધા હતા. આ ફેરફારો પછી ફિલ્મની લંબાઈ હવે ૧૭૪ મિનિટ ૫૭ સેકન્ડ (આશરે ૨ કલાક ૫૫ મિનિટ) થઈ છે. ભલે ફિલ્મની લંબાઈ ઘટી હોય, પરંતુ ચાહકોમાં આ ફિલ્મને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટ્રેલરમાં અક્ષય કુમારની કોમેડી ટાઈમિંગના લોકોએ ખૂબ વખાણ કર્યા છે.અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ ૧૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More