ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ઓગસ્ટ 2020
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 60 દિવસથી વધુ સમય વિતી ગયો છે, પરંતુ મુંબઈ પોલીસે હજી સુધી એફઆઈઆર સુધ્ધાં નોંધી નથી કે તપાસ યોગ્ય રીતે હાથ ધરી. મુંબઈ પોલીસની કામ કરવાની પદ્ધતિ ઉપર રાષ્ટ્રીય મીડિયામાં પણ વારંવાર પ્રશ્નો ઉભા થયા હતાં.
હવે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, સુશાંત કેસની સંપૂર્ણ તપાસ સીબીઆઈ કરશે અને મુંબઈ પોલીસને તમામ દસ્તાવેજો સીબીઆઈ ને પૂરા પાડવાનું કહેવામાં આવ્યું છે. આ નિર્ણયથી સુશાંત સિંહ ના અપરાધિઓમાં ફફડાટ ફેલાયો છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના બે આઈપીએસ પર તવાઈ આવી છે. જો દોષી સાબિત થાય તો, આ બંને આઇપીએસ ફરજિયાત નિવૃત્ત થઈ શકે છે અને તે જ સમયે જેલ પણ થઈ શકે છે.. આ સાથે જ સુશાંતસિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ કરનાર કૂપર હોસ્પિટલના ડોકટરોની રિપોર્ટમાં પણ ઘણી ભૂલો જોવા મળી છે અને રિપોર્ટમાં મૃત્યુના સમયનો કોઈ ઉલ્લેખ નથી કરાયો. સૂત્રો કહી રહ્યા છે કે ડોકટરોની આ બેદરકારી તેમને ભરી પડી શકે છે..
સૂત્રો એવું પણ સુચન કરી રહ્યા છે કે સીબીઆઈ દિશા સાલિયાનની ફાઇલ પણ ચકાશી રહી છે અને સુશાંત ના મોત સાથે કોઈ લેવાદેવા છે કે નહીં એ પણ તપાસી રહ્યાં છે. હવે સીબીઆઈ દફનાવી દેવામાં આવેલા રહસ્યો બહાર કાઢશે અને સુશાંત આત્મહત્યા અથવા હત્યાના રહસ્યને હલ કરશે. સ્પષ્ટ છે કે આ તપાસમાં ઘણા લોકો સીબીઆઈની ધરપકડમાં આવશે અને ગુનેગારો જેલની હવા ખાશે…