Site icon

પોતાના ઘરમાં ગેરકાયદે ગોંધી રાખવામાં આવ્યો હોવાની ભાજપના આ નેતાની પોલીસમાં ફરિયાદ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને નેતા કિરીટ સોમૈયા આજે નવઘર મુલુંડ (પૂર્વ) પોલીસ સ્ટેશન તથા એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાના છે. તેમના નિવાસસ્થાન પર  તથા  છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર તેમને ગેરકાયદ રોકી દેવામાં આવ્યા હોવાનો તેમણે દાવો કર્યો છે.

AC ને પણ ફેલ કરી નાખે, એવાં સફેદ પેઇન્ટની શોધ કરવામાં આવી; જાણો વિગત

કિરીટ સૌમૈયા મહાવિકાસ આઘાડીના મંત્રીઓના એક પછી એક કૌભાંડો બહાર કાઢી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિલ પરબ બાદ હાલમાં તેઓએ ગ્રામીણ વિકાસ પ્રધાન હસન મુશ્રીફ તરફ પોતાની તોપ દાગી છે. હસન મુશ્રીફનું સાકર કારખાનામાં રહેલા કૌભાંડને લગતા દસ્તાવેજો બહાર પાડવા તેઓ રવિવારે કોલ્હાપુર જવાના હતા. તે અગાઉ જ તેમને મુલુંડના તેમના નિવાસસ્થાન પર શનિવારે પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો. જોકે પોલીસે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કિરીટ સોમૈયાના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત રાખ્યો હોવાનો દાવો કર્યો હતો. તો કિરીટ સોમૈયા ટ્રેનથી કોલ્હાપુર જવાના હતા, પરંતુ તેમને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર પોલીસે રોકી દીધા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

Pakistan Terror Attack: ધડાકાથી ધ્રૂજ્યું પાકિસ્તાન! સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો, ૪ સૈનિકોના મોત અને અનેક મકાનો ધરાશાયી.
Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Delhi Airport Attack: દિલ્હી એરપોર્ટ પર પાયલટનો ‘ખૂની ખેલ’: મુસાફરને માર મારી લથપથ કર્યો, એરલાઇન્સે તપાસ બાદ લીધું આકરું પગલું.
Attari Railway Station: ભારતનું આ સ્ટેશન ઇન્ટરનેશનલ: પ્લેટફોર્મ ટિકિટ નહીં પણ પાસપોર્ટ ચેક થતો હતો; જાણો આ રેલવે સ્ટેશનનું અનોખું રહસ્ય!
Exit mobile version