ભાજપના આ નેતાનો આરોપ: બોલીવુડની કેટલીક હસ્તીઓનાં છે પાકિસ્તાની સેના અને આઈએસઆઈ સાથે સંપર્ક, જાણો વિગતે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 જુલાઈ 2020

હજુ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની ગુથી ઉકેલાઈ નથી અને આવી સ્થિતિમાં ભાજપના એક મોટા નેતાએ આરોપ લગાવ્યો છે કે કેટલાક મોટા બોલીવુડ હસ્તીઓ પાકિસ્તાનમાં ભારત વિરોધી દળો સાથે જોડાયેલા છે. આ આરોપ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય પ્રવક્તા બિજયંત જય પાંડાએ કર્યો છે. આરોપ લગાવ્યો છે કે બોલીવુડની કેટલીક મોટી હસ્તીઓની પાકિસ્તાનીઓ અને NRI સાથે લિંક્સ છે જેઓ જમ્મુ-કાશ્મીરમાં હિંસક પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે અને તેમને પ્રોત્સાહિત કરે છે.

નોંધપાત્ર વાત એ છે કે,જોકે ઓડિશાના પૂર્વ સંસદ સભ્યએ કોઈના નામનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે આ દાવો સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને કર્યો હતો. પાંડાએ ટિ્‌વટ કર્યું હતું કે, અમુક બૉલિવુડ સ્ટાર્સના જમ્મુ કાશ્મીરમાં હિંસા ફેલાવનારા પાકિસ્તાની નાગરિક અને અનિવાસી ભારતીય સાથે વ્યવસાયિક સંબંધો છે. ઉપરાંત તેમના પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ) અને પાકિસ્તાની સૈન્ય સાથે પણ સંબંધો છે. સંબંધોની સહજતાથી ખાત્રી કરી શકાય છે એમ તેમણે જણાવ્યું હતું. સાથે તેમણે આશા વ્યક્ત કરી છે કે બોલીવુડના દેશભક્ત લોકો આવા લોકોનો ત્યાગ કરશે.   

ઉલ્લેખનીય છે કે તેમની આ ટ્વિટને તાત્કાલિક પ્રતિક્રિયાઓ મળવાની શરૂ થઇ ગઈ છે. કેટલાક કહે છે કે આ આક્ષેપ વિશે નક્કર માહિતી આપો અથવા જે તે બોલિવુડ હસ્તીઓના નામ જાહેર કરો. કેટલાક લોકો પોતાનો મત પ્રગટ કરતા કહ્યું છે કે NIAએ આ મુદ્દે તપાસ કરવી જોઈએ…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2OOngkt  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Attari Railway Station: ભારતનું આ સ્ટેશન ઇન્ટરનેશનલ: પ્લેટફોર્મ ટિકિટ નહીં પણ પાસપોર્ટ ચેક થતો હતો; જાણો આ રેલવે સ્ટેશનનું અનોખું રહસ્ય!
Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Exit mobile version