ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
અમદાવાદ
23 જુલાઈ 2020
વૈશ્વિક મહામારી કોરોનાના કહેર વચ્ચે સુરતમાં ચાલતા મોટા જુગારધામ ઉપર પોલીસ ત્રાટક્યાની ઘટના બાદ મહેસાણાના વિસનગરમાં પણ મોટું હાઈપ્રોફાઈલ જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી હતી. મહત્વની બાબત એ છે કે આ જુગારધામના મુખ્ય સંચાલક બોલિવૂડ ફિલ્મ અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના નાનાભાઈ હોવાનું ખુલતા ખરભળાટ મચી ગયો હતો. ગુજરાત પોલીસે પરેશ રાવલના ભાઈ હિમાંશુ રાવલને અમદાવાદના જુગારધામમાંથી ધરપકડ કરી છે. પોલીસની આ કાર્યવાહીમાં હિમાંશુની સાથે અન્ય 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી રાવલના વધુ એક સંબંધી કિર્તી રાવલની પણ પોલીસે ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, સ્થાનિક ક્રાઇમ બ્રાંચે શહેરના ક્રિષ્ના સિનેમા નજીક આવેલા મથુરાદાસ ક્લબ પર દરોડો પાડ્યો હતો અને 1,94,103 રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. નોંધપત્ર વાત છે કે જુગારધામના મુખ્ય સંચાલકનું નામ હિમાંશુ રાવલ અને કિર્તીકુમાર રાવલ છે. જેમાંથી હિંમાશુ રાવલએ પરેશ રાવલના નાના ભાઈ છે જ્યારે કિર્તીકુમાર આ ક્લબના ટ્રસ્ટી હોવાની માહિતી પણ બહાર આવી છે.
પોલીસે સોમવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી અહીં જુગાર રમાતો હતો. હિમાંશુ રાવલ મુંબઇમાં રહે છે પરંતુ લોકડાઉન દરમિયાન વિસનગર આવ્યો હતો. આ ક્લબમાં આસપાસના જિલ્લાના ઘણા લોકો જુગાર રમવા આવતા હતા…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com