ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 મે 2020
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સ (બાર્ક) ના 2020ના 19મા અઠવાડિયાના ટીઆરપી રેટિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ વખતે ટોપ 5ના લિસ્ટમાં રાજ કરનાર રામાનંદ સાગર રચિત સુપ્રસિદ્વ ‘રામાયણ’ની જગ્યાએ બીઆર ચોપરાની ‘મહાભારત’ નંબર વન શો બની ગયો છે. બી.આર. ચોપરાનો આ શો ડીડી ભારતી પર આવે છે. જ્યારે રામાનંદ સાગરનું રામાયણ જે ઘણા અઠવાડિયાથી ટીઆરપી પર રાજ કરતું હતું તે ટોપ 5 માં ક્યાંય નથી, બીઆર ચોપરાની મહાભારત દર્શકોનો ખૂબ પ્રેમ મેળવ્યો છે અને 19મી અઠવાડિયામાં ટીઆરપીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તો બીજી તરફ, સિદ્ધાર્થ કુમાર તિવારીની મહાભારત, જે હાલમાં સ્ટાર પ્લસ પર ફરીથી ચાલી રહી છે, તેણે ચોથું સ્થાન મેળવ્યું છે. ટીઆરપી રેટિંગમાં ટોપ ફાઈવ પ્રોગ્રામમાં પ્રથમ સ્થાન પર ડીડી ભારતીની સિરિયલ ‘મહાભારત’ છે. બીજા સ્થાને દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતી સિરિયલ ‘શ્રીકૃષ્ણા’ છે. ત્રીજા સ્થાને દંગલ ચેનલની સિરિયલ ‘બાબા એસો વર ઢૂંઢો’, ચોથા સ્થાને સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘મહાભારત’ અને પાંચમા સ્થાને ફરી એકવાર દંગલ ચેનલ પર પ્રસારિત થતો શો ‘મહિમા શનિદેવ કી’ છે. નોંધનીય છે કે રામાયણ જયારે દૂરદર્શન પર પુનઃ પ્રસારિત થઇ ત્યારે ઘણા વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યા હતા, જ્યારે તે હાલમાં સ્ટાર પ્લસ પર ચાલી રહ્યો છે ત્યારે દર્શકોની સંખ્યા ઓછી થઈ ગઈ છે..