ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
07 જાન્યુઆરી 2021
નવા આઈડિયા સાથે નવો ધંધો શરૂ કરવા સરકાર પણ આર્થિક મદદ કરી રહી છે. આજે વાત કરવી છે દિલ્હીના કેશવ રાયની. બે વાર સ્ટાર્ટઅપ શરૂ કર્યું પણ નિષ્ફળતા મળી. પપ્પા પાસેથી ઉછીના લીધેલા પૈસા ડૂબી ગયા. ત્રીજી વખત માર્કેટમાં પૈસા લગાવ્યા બાદ છેવટે તેને સફળતા મળી. હવે મહિનામાં દસથી બાર લાખ રૂપિયા કમાય છે. આવો આજે કેશવની સફળતાની કહાની જાણીએ.
કેશવ કહે છે કે તેમનું ભણવાનું ચિત્ત ચોંટતું ન હતું. આથી તેણે ધંધા વિશે વિચારવાનું શરૂ કર્યું. જ્યારે મેં એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો ત્યારે મને ભણવામાં વાંધો નહોતો. પરંતુ કોલેજમાં ગયા પછી મને ખબર પડી કે એન્જિનિયરિંગ વિશે હું જે વિચારતો હતો તે તે નથી. હું કઈક નવીન કરવા માંગતો હતો.
કેશવ બીજા બીજા વર્ષમા આવ્યા ત્યારે ઓનલાઇન પ્લેટફોર્મ બનાવવાનું વિચાર્યું. પરંતુ દોસ્તો પાસેથી15000 લઈ શરૂ કરેલું સ્ટાર્ટ અપ નિષ્ફળ ગયું. વિચાર નિષ્ફળ ગયો પણ હાર માની ન હતી.
એક દિવસ તે મેટ્રો સ્ટેશનની બહાર બેઠો હતો ત્યારે તેણે જોયું કે એક વ્યક્તિ પાર્કિંગમાં ચાલતો હતો અને પોતાની બાઇક સાફ કરવા માટે ડસ્ટર શોધી રહ્યો હતો. તેને બીજા કોઈ ની બાઇકમાંથી ડસ્ટર ઉઠાવી લીધું. તેણે તેની બાઇક સાફ કરી અને ડસ્ટર ત્યાં જ છોડી દીધું. આ જોઈને મને એક વિચાર આવ્યો કે દરરોજ કેટલા લોકો આ સમસ્યાથી પરેશાન થશે. શું હું એવું કંઈક બનાવી શકું જે સ્કુટર, કારને સ્વચ્છ રાખશે અને ડ્રાઇવરને તે વસ્તુઓ સાથે રાખવાની જરૂર નહીં પડે.
ઘરે આવ્યા બાદ કેશવે પિતાને આખો વિચાર જણાવ્યો ત્યારે તેમને પણ ગમ્યો. 'અમે આ સંદર્ભે સંશોધન શરૂ કર્યું. ગૂગલને પણ સર્ચ કર્યું અને બાઇક બ્લેઝર બનાવવાનું વિચાર્યું. એક બાઇક કવર બોડી, જે બાઇક સાથે રહે અને બાઇકને સાફ રાખે છે. ખૂબ સંશોધન પછી એક પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવ્યો. આ કવર હેન્ડલને ટ્વિસ્ટ કરીને અને તે જ રીતે અંદર ખેંચી શકાય છે. જેના દ્વારા વાહન સાફ કરી શકાય.
'મેં પહેલા મારા પ્રોડક્ટની શરૂઆત દિલ્હીના ટ્રેડ ફેરમાં કરી હતી. જ્યાં અમને ખૂબ પ્રસિદ્ધિ મળી. આ પછી, લોકોને સોશિયલ મીડિયા દ્વારા અમારા પ્રોડક્ટ વિશે જાણ થઈ. 2018 માં, અમે એક કંપની બનાવી. હવે દિલ્હી અને ગાઝિયાબાદમાં પણ એક શાખા છે. વાર્ષિક ટર્નઓવર રૂપિયા 1 કરોડથી વધુ છે.. આમ એક ડ્રાઈવર ને ડસ્ટર ચોરતા જોઈ મનમાં જાગેલા વિચારે આજે સફળ સ્ટાર્ટઅપ નું રૂપ ધારણ કર્યું છે.