ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
31 જુલાઈ 2020
નૌસેનામાં બોગસ બિલ દ્વારા કૌભાંડ આચારવાનો કેસ સામે આવ્યો છે. આ કૌભાંડને લઈ કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઈ) એ ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટના 30 સ્થળો એ દરોડા પાડી, માહિતી ભેગી કરી છે. હકીકતે પશ્ચિમી નૌસેના કમાનના અધિકારીઓએ આઈ.ટી હાર્ડવેરના પુરવઠા માટે 6.76 કરોડના બોગસ બિલ બનાવ્યાં હતા.. દરોડા દરમ્યાન પોલીસને 10 લાખ રૂપિયા અને તે સિવાય કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળી આવ્યાં છે. .
સમગ્ર કેસ પશ્ચિમી નૌસેના કમાનના આઈ.ટી હાર્ડવેરના પુરવઠા સાથે સંકળાયેલો છે. આખા કૌભાંડનો ખુલાસો સંરક્ષણ મંત્રાલયની આંતરિક તપાસ બહાર આવ્યો છે. ત્યારબાદ સંરક્ષણ મંત્રાલયે 23 ટોક્ટોબર 2019 ના રોજ સીબીઆઈને આની જાણ કરી હતી. સંરક્ષણ મંત્રાલયની લીલી ઝડી બાદ સીબીઆઈએ કેસ નોંધ્યો છે. .
સીબીઆઈ સૂત્રોના કહેવા મુજવ આ કૌભાંડ 6.67 કરોડથી પણ મોટું હોઈ શકે છે. આ સમગ્ર કેસની તપાસ શરૂ કરી દેવાઈ છે તેમજ જુના બિલોની માહિતી ને પણ ફરી તપાસવામાં આવશે. હાલ સિબીઆઈ નેવી અને માલ સપ્લાય કરનાર કંપની પાસેથી તમામ માહિતી મેળવી રહી છે. નેવીમાં બોગસ બિલ બનાવવામાં હજી કોણ કોણ અને કોની નિશાનદેહી હેઠળ આખું કૌભાંડ થયી તે દિશામાં તપાસ ચાલી રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com