ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
26 જુન 2020
શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સીબીએસઇ અને આઈસીએસઈ પરીક્ષાઓ માટે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સીબીએસઇ અને આઈસીએસઈ બોર્ડ બંનેએ કહ્યું છે કે, 10 મી અને 12 ના વર્ગનું પરિણામ 15 જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે સીબીએસઇને ધોરણ 10 અને 12 ની બાકીની પરીક્ષાઓ રદ કરવાના સૂચનો પણ આપ્યાં હતાં.
સીબીએસઈ કંટ્રોલરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ ઈન્ટરનલ પરીક્ષામાં મેળવેલા ગુણને અંતિમ ગુણ તરીકે ગણવામાં આવશે. જ્યારે 12 મા ધોરણના વિદ્યાર્થીઓ ને ફરી એકવાર પરીક્ષામાં ભાગ લેવાની તક આપવામાં આવશે જ્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને સુધારાની કસોટીમાં હાજર રહેવાની તક મળશે નહીં. ફક્ત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામને અંતિમ માનવામાં આવશે.
હકીકતમાં, સીબીએસઇએ 1 અને 15 જુલાઇની વચ્ચે 10 અને 12 ની બાકીના વિષયોની પરીક્ષાઓ યોજવા માટે નોટિસ ફટકારી હતી.જેની સામે કેટલાક માતા-પિતા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે કોરોના રોગના વાયરસ હજી પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહયાં છે. આવી સ્થિતિમાં, બાળકોને પરીક્ષા કેન્દ્રમાં મોકલવું ખૂબ નુકસાનકારક હોઈ શકે છે. આથી આંતરીક વિષયોમાં મેળવેલા ગુણના આધારે પરીક્ષા રદ કરવા અને બાળકોને દરેક વિષયના અંતિમ ગુણની ગણતરી કરી રિઝલ્ટ આપવાનો આદેશ આપ્યો છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com