ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
13 જુલાઈ 2020
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયલે સોમવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ ધોરણ 12 ના બોર્ડના પરિણામ જાહેર કર્યા છે. જેમાં ત્રિવેન્દ્રમ એ બાજી મારી છે. અહીં દેશમાં સૌથી વધારે ટકાવારી નોંધાયી છે. જ્યારે પાસ થયેલા કુલ વિદ્યાર્થીઓ ની ટકાવારી છે 88.78 % .. એચઆરડી મંત્રાલયે આ જાહેરાત પોખરીયલના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી હતી. જે http://cbseresults.nic.in પરથી ઓનલાઇન મેળવી શકાય છે.
પોખરીયલ પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે," સીબીએસઇ બોર્ડે 1 થી 15 જુલાઇ દરમિયાન લેવાવાના વર્ગ 10 અને 12 ના બાકીના તમામ પેપરોને રદ કરી દીધા હતા તેની પણ નવી આકારણી યોજનાના આધારે 15 જુલાઇ સુધીમાં આ બોર્ડના પરિણામો જાહેર કરવામાં આવશે.
સીબીએસઇ ધોરણ 10, 12- 2020 ના પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે "તેઓ સીબીએસઈના બોર્ડના પરિણામની તપાસ કરતી વખતે તેમના સીબીએસઈ પ્રવેશ કાર્ડ અથવા હોલ ટિકિટને હાથવગી રાખે. ચાલુ વર્ષે કોરોનાનો કારણે 5 વિવિધ પ્લેટફોર્મ પરથી રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે….
1. IVRS Facility
2. DigiLocker App
3. UMANG App
4. DigiResults App
5. Microsoft SMS Organiser App
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com