ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
14 જુલાઈ 2020
સીબીએસઇએ સોમવારે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. કોવિડ19 ની સ્થિતિને કારણે, બોર્ડે આ વર્ષે મેરિટ લિસ્ટ જાહેર નહીં કરવાનો નિર્ણય કર્યો છે.. સીબીએસઈ 12 માં બોર્ડ 2020 ના અન્ય ટોપર્સ હજુ સુધી જાણીતા નથી, તેમ છતાં લખનૌની દિવ્યાંશી જૈને બોર્ડની પરીક્ષામાં 100% ગુણ મેળવ્યા છે
લખનૌની નવયુગ રેડિયન્સ સિનિયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીની, દિવ્યાંશીએ સીબીએસઈ 12 ની પરીક્ષામાં 600 માંથી 600 ગુણ મેળવ્યા છે. તેના અંગ્રેજી, સંસ્કૃત, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને વીમા માં 100 માંથી 100 ગુણ મેળવ્યાં છે. દિવ્યાંશીએ કહ્યું કે "તેણે સીબીએસઇ 12 બોર્ડની પરીક્ષાઓની વહેલી તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને રીવિઝન માટે ટૂંકી નોંધો બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, દિવ્યાંશીનું ભૂગોળ નું પેપર કોવિડ -19 રોગચાળાને કારણે રદ કરવામાં આવ્યુ હતું.
દિવ્યાંશી તેના માતાપિતાનું બીજુ સંતાન છે અને તે આ સફળતાનો શ્રેય તેના માતાપિતા અને શિક્ષકોને આપે છે. દિવ્યાંશીએ કહ્યું કે આ લોકોએ જ તેને આ પરિબળોમાં મક્કમ થયીને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને સારા ગુણ મેળવવાની સવલત કરી આપી. સીબીએસઇના અપડેટ્સ મુજબ, 8820 થી વધુ વિદ્યાર્થીઓ 2020 ની 12 માં ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. વર્ષ 2019 ની તુલનામાં આ વર્ષે પાસની ટકાવારી 5.38 ટકા વધી છે જ્યારે કુલ 83.3 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com