જેમના નામથી મોટાઓના ધોતિયા ઢીલા પડી જાય છે તેવા ભારતના ગૃહમંત્રી હુકુમ અમિત શાહ પણ પોતાના ઘરના ગૃહમંત્રીને હુકુમ કહી સંબોધે છે-જાણો પૃથ્વીરાજ ચવ્હાણ ફિલ્મ સમયે થયેલો કિસ્સો  જાણો વિગતે

 

 News Continuous Bureau | Mumbai

તાજેતરમાં બોલિવૂડના અભિનેતા(Bollywood actor) અક્ષય કુમારે(Akshay Kumar) કેન્દ્રીય ગૃહ પ્રધાન(Union Home Minister) અમિત શાહ(Amit Shah) માટે તેમની ફિલ્મ `સમ્રાટ પૃથ્વીરાજ`(Samrat Prithviraj) માટે દિલ્હીમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ(Special screening) યોજી હતી. ગૃહમંત્રી અમિત શાહ તેમની પત્ની અને સહપરિવારને લઈને ફિલ્મ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની પત્નીને “હુકુમ” કહીને સંબોધતા સૌના મો પર હાસ્ય છવાઈ ગયું હતું.

બન્યું એવુ કે ફિલ્મ જોયા બાદ અમિત શાહ પરિવાર સાથે બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગૃહમંત્રીએ તેમની પત્નીને `હુકુમ` કહી સંબોધ્યા હતા. તેથી વાતાવરણમાં રમૂજ છવાઈ ગઈ હતી.  ફિલ્મ જોયા પછી ગૃહ પ્રધાન ચાણક્ય સિનેમા હોલની(Chanakya Cinema Hall) બહાર જવા લાગ્યા ત્યારે તેમની પત્ની સોનલ શાહ બહાર જવાના રસ્તાને લઈને થોડા મૂંઝવાઈ ગયા હતા. તેમને કઈ બાજુ બહાર જવું છે તેની સમજ પડી નહોતી. તેથી ખુદ અમિત શાહે પત્નીને રસ્તો બતાવતા કહ્યું હતું કે ચલીયે હુકુમ. આ સાંભળીને સોનલ શાહ(Sonal Shah) અને થિયેટરમાં હાજર સૌ કોઈ હસી પડ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : સોનેરી તક- સ્પેસ એજન્સી ઈસરોએ વિદ્યાર્થીઓ માટે શરૂ કર્યો નિશુલ્ક ઓનલાઈન કોર્સ- જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન

આ ફિલ્મ જોતી વખતે અમિત શાહે કહ્યું હતું કે આ ફિલ્મ ખરેખર મહિલાઓનું સન્માન અને સશક્તિકરણ(Empowerment) કરવાની ભારતીય સંસ્કૃતિને(Indian culture) દર્શાવે છે. આ ફિલ્મમાં રાજકીય શક્તિ(political power) અને સ્વતંત્રતાનું ખૂબ જ મજબૂત નિરૂપણ કરવામાં આવ્યું હતું, જે મધ્યયુગીન યુગમાં મહિલાઓએ માણ્યું હતું. 
 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!