કોંકણ રેલવે પર 10મી જૂન, 2023 થી 31મી ઓક્ટોબર, 2023 સુધી ચોમાસાનું સમયપત્રક લાગુ કરવામાં આવશે. આ કારણે આ સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવે પર દોડતી 22 જોડી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ, કોંકણ રેલ્વે વિભાગ પર તમામ મેલ/એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો 10મી જૂન, 2023 થી 31મી ઓક્ટોબર, 2023 સુધી ચોમાસા દરમિયાન અસ્થાયી રૂપે સંશોધિત સમય પર દોડશે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ચોમાસાના સમયગાળા દરમિયાન સુરક્ષાના આધારે ટ્રેન સેવાઓ ધીમી પડશે. જેના કારણે સમયમાં ફેરફાર થશે. ખાસ કરીને મુશળધાર વરસાદના સમયે ટ્રેનોની સ્પીડમાં ઘટાડો થશે. પશ્ચિમ રેલવે (WR) પરથી પસાર થતી ટ્રેનો ઉપરાંત કોંકણ રેલવે વિભાગમાંથી પસાર થતી અન્ય ટ્રેનોના સમયમાં પણ સુધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે વસઈથી પસાર થતી 22 ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Jio-VI અને Airtelના આ પ્લાન IPL માટે બેસ્ટ છે, જેમાં કોઈ ડેલી ડેટા લિમિટ નથી..
આ ટ્રેનોની યાદી નીચે મુજબ છે
1. ટ્રેન નં. 12218/12217 ચંદીગઢ-કોચુવેલી ‘કેરળ સંપર્ક ક્રાંતિ’ એક્સપ્રેસ
2. ટ્રેન નં. 12284/12283 હઝરત નિઝામુદ્દીન – એર્નાકુલમ ‘દુરંતો’ એક્સપ્રેસ
3. ટ્રેન નં. 12432/12431 હઝરત નિઝામુદ્દીન – તિરુવનંતપુરમ સેન્ટ્રલ ‘રાજધાની’ એક્સપ્રેસ
4. ટ્રેન નં. 12450/12449 ચંદીગઢ-મડગાંવ જં. ‘ગોવા સંપર્ક ક્રાંતિ’ એક્સપ્રેસ
5. ટ્રેન નં. 12484/12483 અમૃતસર-કોચુવેલી એક્સપ્રેસ
6. ટ્રેન નં. 12978/12977 અજમેર-એર્નાકુલમ જં. ‘મારુસાગર’ એક્સપ્રેસ
7. ટ્રેન નં. 16311/16312 શ્રી ગંગાનગર – કોચુવેલી એક્સપ્રેસ
8. ટ્રેન નં. 16333/16334 વેરાવળ – તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ
9. ટ્રેન નં. 16335/16336 ગાંધીધામ – નાગરકોઇલ એક્સપ્રેસ
10. ટ્રેન નં. 16337/16338 ઓખા-એર્નાકુલમ જં.
11. ટ્રેન નં. 19260/19259 ભાવનગર – કોચુવેલી એક્સપ્રેસ
12. ટ્રેન નં. 19578/19577 જામનગર – તિરુનેલવેલી જં.
13. ટ્રેન નં. 22908/22907 હાપા-મડગાંવ જં.
14. ટ્રેન નં. 20924/20923 ગાંધીધામ – તિરુનેલવેલી ‘હમસફર’ એક્સપ્રેસ
15. ટ્રેન નં. 20910/20909 પોરબંદર – કોચુવેલી એક્સપ્રેસ
16. ટ્રેન નં. 20932/20931 ઇન્દોર જં.-કોચુવેલી એક્સપ્રેસ
17. ટ્રેન નં. 22414/22413 હઝરત નિઝામુદ્દીન – મડગાંવ રાજધાની એક્સપ્રેસ
18. ટ્રેન નં. 22475/22476 હિસાર જં.-કોઈમ્બતુર ‘AC’ એક્સપ્રેસ
19. ટ્રેન નં. 22634/22633 હઝરત નિઝામુદ્દીન – તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ
20. ટ્રેન નં. 22654/22653 હઝરત નિઝામુદ્દીન – તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ
21. ટ્રેન નં. 22660/22659 યોગ નગરી ઋષિકેશ-કોચુવલી એક્સપ્રેસ
22. ટ્રેન નં. 22656/22655 હઝરત નિઝામુદ્દીન – એર્નાકુલમ જં. સુપરફાસ્ટ એક્સપ્રેસ
ઉલ્લેખનીય છે કે કોંકણ રેલ્વેનો 760 કિલોમીટર લાંબો રેલ માર્ગ, જે મહારાષ્ટ્રના રોહાને કર્ણાટકના મેંગ્લોરથી જોડે છે, તે એન્જિનિયરિંગ અજાયબી માનવામાં આવે છે. તે 145 નદીઓ, 2,000 પુલ અને 91 ટનલને પાર કરે છે.