ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ઉત્તરાખંડ
29 જુન 2020
આખરે એક જુલાઈથી ચારધામ યાત્રા શરૂ કરવાની મંજૂરી મળી છે. પરંતુ, અત્યારે સ્થાનિક લોકો અને રાજ્યના લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. ઉતરાખંડ ચારધામ દેવસ્થાનમ્ બોર્ડના જણાવ્યા મુજબ આંતર જિલ્લાઓને જ મંજૂરી આપવામાં આવી છે. જેના માટે જે તે ગામના પ્રશાસન પાસેથી મંજૂરી લેવાની રહેશે, ત્યાંથી યાત્રાનો પાસ મળ્યા બાદ ભાવિકો યાત્રાનો પ્રારંભ કરી શકશે. અત્યાર સુધીમાં ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી જિલ્લાના સ્થાનિક લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. જે લોકોને યાત્રાનો પાસ મળે તેમણે આઈડી પ્રૂફ પણ બતાવવાનો રહેશે. આ ઉપરાંત જે જે જિલ્લાઓ કન્ટેન્મેન્ટ ઝોન માં આવતા હશે ત્યાંના લોકોને દર્શનની પરવાનગી આપવામાં આવશે નહીં.
ચારધામની યાત્રા માટે ભાવિકોની સંખ્યા સીમિત રાખવામાં આવી છે. જેમકે બદ્રીનાથમાં 1200, કેદારનાથમાં 800, ગંગોત્રીમાં 600, યમનોત્રીમા 400 લોકોને, એક દિવસમાં પ્રવેશ અપાશે.. જ્યારે અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓને ક્યારે મંજુરી આપવામાં આવશે તેનો નિર્ણય ભવિષ્યમાં લેવાશે...
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
