Site icon

સ્વાસ્થ્ય જાણકારી-જો તમારે વજન ઘટાડવું હોય તો તજ ને આ રીતે કરો તમારા ડાયેટ માં સામેલ- જાણો તેને ઉપયોગ કરવાની રીત વિશે

News Continuous Bureau | Mumbai 

આજે દરેક વ્યક્તિ પરફેક્ટ અને ફિટ દેખાવા માંગે છે. પરંતુ આજકાલ લોકો સૌથી વધુ જેની ચિંતા કરે છે તે છે વજન વધવું. વજન વધવાની (weight gain)સૌથી વધુ અસર તમારા પેટ, કમર અને જાંઘ પર જોવા મળે છે. આવી સ્થિતિમાં, જો સ્થૂળતાના કારણે, શરીરના કોઈપણ ભાગમાં ચરબી જમા થાય છે, તો તે તમારા વ્યક્તિત્વને ઘણી અસર કરે છે.લોકો પોતાની સ્થૂળતા ઘટાડવા માટે અલગ-અલગ રીતો પણ અપનાવે છે, પરંતુ તેમ છતાં તેઓ આ સમસ્યાથી છુટકારો મેળવી શકતા નથી. જો તમે પણ તેમની વચ્ચે છો તો તજ (cinnamon) તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. હા, આ એક એવો મસાલો છે કે જે ખાવાનો સ્વાદ વધારવાની સાથે-સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ છુટકારો અપાવે છે. તો આવો જાણીએ કે તજ તમારું વજન ઘટાડવામાં(weight loss) કેવી રીતે મદદ કરે છે, સાથે જ જાણીએ કે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

Join Our WhatsApp Community

1. વજન ઘટાડવા માટે આ રીતે કરો તજનો ઉપયોગ 

સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં 6 ગ્રામ તજ પાવડર (cinnamon powder)નાખો.હવે આ પાણીને લગભગ 15 મિનિટ સુધી ઉકાળો.પાણી અડધુ રહી જાય એટલે ગેસ બંધ કરી દો.આ પછી, જ્યારે તે હૂંફાળું થઈ જાય, ત્યારે તેને ગાળી લો અને તેમાં એક ચમચી મધ(honey) ઉમેરો.હવે સવારે ખાલી પેટે અને રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરો.જો તમે ઈચ્છો તો આ રીતે પણ તજનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ બીજી કઈ રીતે તમે તજ નો ઉપયોગ કરી શકો છો. 

2. તજ અને લીંબુ-મધ

આ માટે સૌથી પહેલા તજને પાણીમાં ઉકાળો. ત્યાર બાદ તેમાં અડધી ચમચી મધ (honey)અને અડધા લીંબુનો રસ(lemon juice) ઉમેરો. હવે આ પીણું દરરોજ સવારે ખાલી પેટ પીવો. આમ કરવાથી તમને ઘણો ફાયદો થશે.

3. તજ અને કોફી

આ માટે બ્લેક કોફીમાં(black coffee) એક ચપટી તજ નાખો અને પછી તેનું સેવન કરો. સવારે ખાલી પેટે આ કોફીનું સેવન કર્યા પછી જ કસરત કરો. આ તમને વજન ઘટાડવામાં(weight loss) મદદ કરશે.

4. પ્રોટીન શેકમાં તજ

સામાન્ય રીતે દરેક વ્યક્તિ પ્રોટીન શેક (protein shake)પીવે છે, તેથી હવે તેમાં થોડો તજ પાવડર ઉમેરીને તેનું સેવન કરો. આમ કરવાથી વજન ઝડપથી ઘટે છે.

5. તજ નું પાણી

આ માટે તજના પાવડરને સાદા પાણીમાં(normal water) મિક્સ કરીને પીવો. આનાથી વજન ઘણી હદ સુધી ઓછું થાય છે. જો તમે ઈચ્છો તો પાણીની બોટલમાં તજ પાવડર નાખી ને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં રામબાણ થી ઓછું નથી આ ઉનાળુ ફળ-બીજી બીમારીઓ પણ રહેશે દૂર

 

Pakistan Terror Attack: ધડાકાથી ધ્રૂજ્યું પાકિસ્તાન! સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો, ૪ સૈનિકોના મોત અને અનેક મકાનો ધરાશાયી.
Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Delhi Airport Attack: દિલ્હી એરપોર્ટ પર પાયલટનો ‘ખૂની ખેલ’: મુસાફરને માર મારી લથપથ કર્યો, એરલાઇન્સે તપાસ બાદ લીધું આકરું પગલું.
Attari Railway Station: ભારતનું આ સ્ટેશન ઇન્ટરનેશનલ: પ્લેટફોર્મ ટિકિટ નહીં પણ પાસપોર્ટ ચેક થતો હતો; જાણો આ રેલવે સ્ટેશનનું અનોખું રહસ્ય!
Exit mobile version