કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં થયો વધારો, ગેંગરેપ પીડિતાના પરિજનોની ઓખળ ઉજાગર કરવા મામલે આ રાજ્યમાં નોંધાઈ ફરિયાદ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

શનિવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં થતો જોવા મળી રહ્યો છે. 

દિલ્હીમાં દલિત બાળકી સાથે સામુહિક બળાત્કાર અને હત્યા મામલે કરવામાં આવેલા ટ્વિટને લઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ફરિયાદ ભાજપ પ્રવક્તા નવીન કુમારે નવી દિલ્હીના બારાખંબા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ભાજપના પ્રવક્તાનવીન કુમારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, રાહુલ ગાંધીની સામે પોક્સો કાયદાની કલમ હેઠળ કેસ નોંધાવો જોઈએ. રાહુલે પોક્સો કલમની અવગણના કરી છે.

ઉલ્લેખીય છે કે રાહુલ ગાંધીએ બાળકીના માતા-પિતા સાથે મુલાકાત કર્યા બાદ તેમની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારબાદ હોબાળો થયો હતો. 

આ ઉપરાંત માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે તસ્વીર જાહેર કરવા સંદર્ભે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓની સામે કાર્યવાહી કરી હતી. 

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે આવતીકાલે ધ્વજવંદનનો પ્લાન બદલ્યો, હવે અહીં ફરકાવવામાં આવશે રાષ્ટ્રધ્વજ ; ખેડૂતોને કરી આ અપીલ

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *